બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Kisan Andolan: Rakesh Tikait said we are protesting not only in front of BJP but in Rajasthan, Chattishgarh and Hariyana

પ્રહાર / 'વિપક્ષ ખુદ તો બરબાદ થશે, અમને પણ...', કિસાન આંદોલનને લઇ રાકેશ ટિકૈતે વિપક્ષને લીધું આડેહાથ

Vaidehi

Last Updated: 11:31 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાકેશ ટિકૈતે કહ્યું કે એવું નથી કે અમે માત્ર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છીએ. કિસાન આંદોલન છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચાલી રહ્યો છે.

  • રાકેશ ટિકૈતે વિપક્ષી પાર્ટીઓ સામે પણ લાલ આંખ કરી
  • કહ્યું અમે માત્ર કેન્દ્ર સરકાર સામે આંદોલન નથી કરતાં
  • વિપક્ષી પાર્ટી અમારા લોકોને બરબાદ કરશે- ટિકૈત

ભારતીય કિસાન યૂનિયનનાં નેતા રાકેશ ટિકૈત ખેડૂતોની માંગને લઈને મોટાભાગે ભાજપ પર પ્રહાર કરતાં નજરે પડે છે પરંતુ હવે તેઓ વિપક્ષ પાર્ટીઓનાં પણ વિરોધમાં નિવેદન આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ આંદોલન નથી કરવા ઈચ્છતી. તે પોતે તો બરબાદ થશે જ પરંતુ અમારા લોકોને પણ તેઓ બરબાદ કરશે.

"અમે માત્ર એક જ સરકારની સામે આંદોલન નથી કરી રહ્યાં"
રાકેશ ટિકૈતે કહ્યું કે એવું નથી કે અમે માત્ર એક જ સરકારની સામે આંદોલન કરી રહ્યાં છીએ. કિસાન આંદોલન છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ચાલી રહ્યો છે. કોઈપણ પાર્ટી અમારા આંદોલનને લઈને ખોટું કામ કરશે તો અને તેનો વિરોધ કરશું. પહેલવાનોનાં વિરોધ પ્રદર્શન પર રાકેશ ટિકૈતે કહ્યું કે અમે મહિલા પહેલવાનોની વાત ભાજપ સરકાર સાથે કરાવી. આવું કરીને શું મેં કોઈ ગુનો કર્યો છે.. કેન્દ્ર સરકાર કિસાન સંગઠનને બદનામ કરવામાં લાગી ગઈ છે.

ભાજપ સરકાર પર ટિકૈતનો પ્રહાર
કિસાન નેતા રાકેશ ટિકૈત શામલીનાં બાબરી ક્ષેત્રનાં ભાજૂ ગામમાં લાગેલી કિસાન પંચાયતમાં પહોંચ્યાં હતાં. અહીં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આવનારી લોકસભા ચૂંટણી 2024માં થવાની છે. જો ચૂંટણીમાં અપ્રમાણિકતા રહી તો ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જ દેશનાં પ્રધાનમંત્રી બનશે પરંતુ જો ઈમાનદારીથી ચૂંટણી થશે તો વિપક્ષમાંથી PM બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ