બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Khushbu Gauswami of Rajkot has grabbed everyone's attention by making chocolate crackers

નવું આવ્યું / દિવાળીના તહેવારમાં ફટાકડા ચોકલેટનો બજારમાં ધડાકો, રોકેટ અને ચકરી ચોકલેટની ભારે ડિમાન્ડ, સૂતળી બોમ્બ તો સૌથી જોરદાર

Dinesh

Last Updated: 03:53 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news : ખુશ્બુ ગૌસ્વામીએ જણાવ્યું કે, બાળકોને ફટાકડા ફોડવા ખુબજ ગમે છે અને ચોલકેટ પણ બાળકોની ખુબજ પ્રિય વસ્તુ છે એટલે મને વિચાર આવ્યો અને ચોકલેટ ફટાકડા બનાવ્યા

  • રાજકોટમાં ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ
  • યુવતીએ ચોકલેટ ફટાકડા બનાવી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
  • 'જે ફટાકડા ચોકલેટ 700થી લઈ 1200 રૂપિયાના ભાવે વેચાય'


દિવાળાના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રાજકોટવાસીઓમાં દિવાળીના તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર પર નાના બાળકોથી લઇ મોટા લોકો સુધી સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની મોજ મસ્તી સાથે હર્ષોઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે. પરંતુ જો આ વર્ષ તમને કોઈ રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને  રોકેટ જેવા ફટાકડા ખાવા માટે આપે તો કેવું લાગે ?, રાજકોટમાં રહેતી ખુશ્બૂ ગોસ્વામીએ ચોકલેટના ફટાકડા બનાવીને આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે.

ફટાકડામાં ચોકલેટ ?
ચોકલેટ ફટાકડામાં શંભુ ચોકલેટ, ભિતિયા ચોકલેટ બોમ્બ, રોકેટ ચોકલેટ, ચકરી ચોકલેટ સહિતની અવનવી વેરાયટીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રંગીલું રાજકોટ હંમેશા અવનવા કોન્સેપ્ટ માટે જાણીતું છે. ત્યારે દિવાળીમાં રાજકોટીયન્સ માટે શહેરના જીવરાજ પાર્કમાં રહેતી યુવતીએ ચોકલેટ ફટાકડા બનાવી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે.

ખુશ્બુ ગૌસ્વામીનું નિવેદન
ખુશ્બુ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, બાળકોને ફટાકડા ફોડવા ખુબજ ગમે છે અને ચોલકેટ પણ બાળકોની ખુબજ પ્રિય વસ્તુ છે. એટલે મને વિચાર આવ્યો કે ચોકલેટ અને ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને ખુબજ મજા આવી જાય. જેને લઈ ચોકલેટને ફટાકડાની જેમ બનાવી છે. મે ફટાકડામાં 7થી 8 જેટલી અલગ અલગ વેરાયટી બનાવી છે. જેમાં રોકેટ, સૂતળી બોમ્બ, શંભુ અને ટેટા જેવી ચોકલેટ બનાવી છે. એક બોક્સ બનાવતા અડધાથી પોણો કલાક જેટલો સમય લાગે છે. જે ચોકલેટનો 700થી લઈ 1200 રૂપિયા ભાવે વેચીએ છીએ. વધુમાં ઉમેર્યું કે, આ ઓડર મુજબ ચોકલેટ બનાવીને આપીએ છીએ અને આના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ