બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / keshav maharaj came out to play with a bat written om on it

ક્રિકેટ / ૐ લખેલા બેટથી રમવા ઉતરે છે ફોરેનનો આ ક્રિકેટર, હનુમાન દાદાની કરે છે ભક્તિ

Vaidehi

Last Updated: 08:19 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે મેલબર્નમાં રમાયેલ બોક્સિંગ ડે ટેસ્ટને ઑસ્ટ્રેલિયાએ 182 રનોથી જીતી લીધેલ છે. પરંતુ આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાનાં ડાબા હાથનાં સ્પિનરનાં બેટે બધાંનું ધ્યાન પોતાની તરફ વાળ્યું હતું. તેમના બેટ પર ૐ લખેલું હતું. હવે આ વિદેશ ખેલાડીનાં બેટ પર શા માટે ૐ લખેલું હતું તે જાણી ચોંકી જશો.

  • દક્ષિણ આફ્રિકાનાં ખેલાડીનાં બેટ પર લખેલું છે ૐ 
  • ટેસ્ટ મેચમાં નજરે પડ્યો આ ખેલાડીનો બેટ
  • વિદેશી આ ખેલાડીનો ભારત સાથે શું છે સંબંધ?

ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને મેલબર્નમાં રમાયેલ બીજી ટેસ્ટ ઇનિંગમાં 182 રનોથી માત આપી છે. આ સાથે જ ઑસ્ટ્રેલિયા 3 ટેસ્ટની સીરીઝમાં 2-0થી આગળ વધી છે. આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની જીતમાં ડેવિડ વોર્નરએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમની આ 100મી ટેસ્ટ હચી જેમાં તેમણે શતક ફટકારી છે. આ બધાંની વચ્ચે દક્ષિણ આફ્રિકાનાં એક બોલર ૐ લખાયેલ બેટને લઇને મેદાન પર ઊતર્યો હતો જેનો ફોટો વાયરલ થયો છે. 

ખેલાડીનો ભારત સાથે દ્રઢ સંબંધ
દક્ષિણ આફ્રિકાનાં જે ખેલાડીનાં બેટ પર ૐ લખેલું છે તેમનું નામ કેશવ મહારાજ છે. નામથી જ જાણવા મળે છે કે આ ખેલાડીનો ભારત સાથે કોઇક તો સંબંધ હશે જ. કેશવનાં પૂર્વજ આશરે 150 વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશનાં સુલ્તાનપુરથી દક્ષિણ આફ્રિકાનાં ડરબનમાં આવીને વસ્યાં હતાં. આ જ કારણે તેમનો ભારત સાથેનો સંબંધ વધુ દ્રઢ છે.કેશવ મહારાજ પોતાની ટીમ દક્ષિણ આફ્રિકાની મેચમાં હારને રોકી શકવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે બીજી ઇનિંગમાં 20 બોલમાં 13 રન બનાવ્યાં અને તે રન આઉટ થઇ ગયાં હતાં.

બેટ પર લખેલું હતું ૐ 
તમે સમજી જ ગયાં હશો કે કેશવ મહારાજનો મૂળ ભારત સાથે સંકળાયેલો છે આ સાથે જ તેઓ પોતાની સનાતન પરંપરા અને હિન્દૂ ધર્મમાં આસ્થા રાખે છે. તે આ વાતનાં પૂરાવાઓ પણ અનેક વખત આપી ચૂક્યાં છે. આ વર્ષે ટી20 વિશ્વ કપથી પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતની યાત્રા પર આવી હતી ત્યારે કેશવ મહારાજે તિરૂવનંતપુરનાં પદ્મનાભ સ્વામી મંદિરમાં જઇને દર્શન કર્યાં હતાં જેની ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટોમાં તેઓ ભારતીય પારંપરિક વેશભૂષામાં નજરે પડી રહ્યાં છે.

32 વર્ષીય કેશવનાં દિલમાં ભારત
32 વર્ષીય કેશવ મહારાજનો જન્મ ભલે દક્ષિણ આફ્રિકાનાં ડરબનમાં થયો હોય પરંતુ તે ભારતીય રીતિ રિવાજ, પરંપરાઓ અને ધર્મમાં આસ્થા રાખે છે. તે હનુમાનજીનાં પણ મોટા ભક્ત છે. તેમણે પોતાના ઇનસ્ટાગ્રામ પર હનુમાનજીની પૂજા સાથેનો પણ ફોટો શેર કરેલ છે.

કેશવે હાલમાં જ કર્યાં છે લગ્ન
કેશવ મહારાજ પોતાની અંગત જીંદગીને લઇને ચર્ચામાં રહ્યાં છે. કેશવે આ વર્ષનાં એપ્રિલમાં જ એક લાંબા સંબંધ બાદ પોતાની ગર્લફ્રેન્ડ લેરિશા મુનસામીની સાથે લગ્ન કર્યાં છે. કેશવની પત્ની સારી કથક ડાન્સર છે. બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડથી થઇ છે અને આ મુલાકાત પ્રેમમાં બદલાઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ