બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Kedarnath Yatra 2023 amazing fact baba kedarnath mandir

આસ્થા / આવતીકાલે ખુલશે કેદારનાથ ધામના કપાટ, જાણો મંદિર સાથે જોડાયેલ 7 ચોંકાવનારા રહસ્ય

Arohi

Last Updated: 12:45 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedarnath Yatra 2023: શિવ ભક્તોની આસ્થા સાથે જોડાયેલા બાબા કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલ 2023એ આખા છ મહિના બાદ ખુલવા જઈ રહ્યા છે. દેવાના દેવ મહાદેવના આ પાવન જ્યોતિર્લિંગ સાથે જોડાયેલા 7 મોટા રહસ્યોને અહીં જાણો.

  • 25 એપ્રિલથી ખુલશે કેદારનાથના કપાટ 
  • જાણો મંદિર સાથે જોડાયેલ 7 ચોંકાવનારા રહસ્ય
  • છ મહિના બાદ ખુલશે કેદારનાથના કપાટ 

હિંદુ આસ્થા સાથે જોડાયેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક બાબા કેદારનાથનું ધામ ઉત્તરાખંડમાં આવેલું છે. બાબા કેદારનાથના જે પાવન ધામના દર્શન અને પૂજનની કામના દરેક શિવ ભક્તની હોય છે તેમના કપાટ છ મહિના બાદ 25 એપ્રિલ 2023એ ખુલવા જઈ રહ્યા છે. 

ભગવાન શિવના અગિયારમાં જ્યોતિર્વિંગ માનવામાં આવતા આ મંદિરમાં મહાદેવના પૃષ્ઠની પૂજા થાય છે. સનાતન પરંપરામાં બાબા કેદારનાથ ધામની તીર્થ યાત્રાનું શું મહત્વ છે અને અહીં પર શિવલિંગની પૂજા કરવા પર શું મળે છે ફળ, આવો આ ધામ સાથે જોડાયેલા તમામ ધાર્મિક રહસ્ય વિશે વિસ્તારથી જાણીએ. 

કેદારનાથ ધામ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ 

  1. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે પાંડવ ગોત્રહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવના દર્શન અને પુજન માટે હિમાલય પહોંચ્યા તો ભોલેનાથ તેમને દર્શન ન હતા આપવા માંગતા. માન્યતા અનુસાર ભોલેનાથ ભેંસનો વેશ ધારણ કરીને જ્યારે ધરતીમાં સમાવવા લાગ્યા ત્યારે ભીમે તેમની પુછડી પકડી લીધી. અને તેમનો પુષ્ઠ ભાગ આ મંદિરમાં સ્થાપિત થઈ ગયું. 
  2. હિંદુ માન્યતા અનુસાર ઉત્તરાખંડના ચાર પ્રમુખ ધામમાંથી એક બાબા કેદારનાથના આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી. માન્યતા અનુસાર પાંડવો દ્વારા બનાવવામાં આવેલું મંદિર લગભગ 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું જેનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યું હતું. 
  3. બાબા કેદારનાથની દરરોજ પૂજામાં તેમણે વિધિ-વિધાનથી સ્નાન કરાવ્યા બાદ શુદ્ધ ધીનો લેપ લગાવવામાં આવે છે. તેના બાદ બાબાની ધૂપ-દિપથી આરતી થાય છે. કેદારનાથ ધામમાં સાંજના સમયે બાબાનું ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. 
  4. બાબા કેદારનાથ મંદિરના પાછળ એક પવિત્ર શિલાના દર્શનનું પણ ખૂબ જ મહત્વ છે. વર્ષ 2013માં જ્યારે કેદારનાથમાં જળ પ્રલય આવ્યો હતો ત્યારે આ પવિત્ર શિલાએ આ પાવન ધામની રક્ષા કરી હતી. બાબાના ભક્ત આ પાવન શિલાને ભીમ શિલાના નામથી પુજે છે. 
  5. કેદારનાથ મંદિરના કપાટ ભક્તોના દર્શન માટે એપ્રિલથી ઓક્ટોબર સુધી ખુલા રહે છે. શિયાળો આવતા જ કાર્તિક પુર્ણિમાના દિવસે બાબાની ચલ પ્રતિમાને ડોલીમાં બેસાડીને ઉખીમઠમાં લઈ જવામાં આવે છે. આ સમયે કેદારનાથ ધામની અંદર એક અખંડ દિવો પ્રજ્વલિત કરવામાં આવે છે. જે આખા છ મહિના સુધી સતત બળે છે. 
  6. સનાતન પરંપરા સાથે જોડાયેલી માન્યતા અનુસાર ભગવાન શિવના કૈલાશ ધામની જેમ કેદારનાથ ધામનું ખૂબ જ વધારે મહત્વ છે. અહીં દર્શન માત્રથી શિવ ભક્તના દરેક કષ્ટ દૂર થાય છે અને મનોકામનાઓ પુરી થાય છે. 
  7. ઉત્તરાખંડ સ્થિત બાબા કેદારનાથ ધામના વિશે માન્યતા છે કે જે કોઈ વ્યક્તિ આ પાવન ધામના દર્શન વગર બદ્રીનાથ ધામના દર્શન અને પૂજન કરે છે તેમને તેમની તીર્થ યાત્રાનું પુણ્યફળ નથી પ્રાપ્ત થતું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ