બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / kedarnath kapat opening today kedarnath jyotirling darshan kedarnath dham facts

ધર્મ / 12 જ્યોતિર્લિંગમાંનું એક મંદિર એટલે બાબા કેદારનાથ: અહીં ભગવાન નરનારાયણને શિવજીએ આપ્યા હતા દર્શન, જાણો પૌરાણિક કથા

Arohi

Last Updated: 08:48 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedarnath Jyotirling Darshan: આજથી ભક્તો કેદારનાથ ધામના દર્શન કરી શકશે. આજથી તેમના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. કેદાર ક્ષેત્રમાં વિષ્ણુજીના અવતાર નર-નારાયણને શિવજીએ દર્શન આ્યા હતા. 12 જ્યોતિર્લિંગમાંથી તે એક મંદિર છે.

  • આજથી કેદારનાથ ધામના દર્શન કરી શકશે ભક્તો 
  • ભક્તો માટે ખુલી ગયા કેદારનાથના કપાટ 
  • 12 જ્યોતિર્લિંગમાંથી એક છે કેદારનાથ 

આજે 25 એપ્રિલથી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલી ગયા છે. કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાં પાંચમું છે. આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. વર્ષમાં લગભગ 6 મહિના ગરમીના દિવસોમાં જ ભક્ત અહીં દર્શન કરી શકે છે. બાકી સમય મંદિર શિયાળાના કારણે બંધ રહે છે.  

કેદારનાથ ધામ પહોંચવા માટે દેશના કોઈ પણ શહેરથી ટ્રેન દ્વારા હરિદ્વાર કે ઋષિકેશ સરળતાથી પહોંચી શકાય છે. હરિદ્વાર અને ઋષિકેશથી કેદારનાથ પહોંચવા માટે ઘણા વાહન મળી જાય છે. આવો જાણીએ કેદારનાથ ધામ સાથે જોડાયેલી અમુક બાબતો...

નર-નારાયણના તપથી પ્રસન્ન થઈને પ્રકટ થયા હતા શિવજી 
કેદારનાથ ધામ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પ્રચલિત છે. શિવપુરાણની કોટીરૂદ્ર સંહિતામાં લખેલું છે કે પહેલાના સમયમાં બદરીવનમાં વિષ્ણુ ભગવાનના અવતાર નર-નારાયણ પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન શિવનું રોજ પુજન કરતા હતા. 

નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રગટ થયા. શિવજીને નર-નારાયણ પાસેથી વરદાન માંગવા માટે કહેવામાં આવ્યું. ત્યારે નર-નારાયણે વરદાન માંગ્યું કે શિવજી હંમેશા અહીં જ રહે. જેથી અન્ય ભક્તોને પણ શિવજીના દર્શન સરળતાથી થઈ શકે. આ વાત સાંભળીને શિવજીએ કહ્યું કે હવેથી તે અહીં રહેશે અને આ ક્ષેત્ર કેદાર ક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થશે. 

કેદારનાથની સાથે નર-નારાયણના દર્શન 
શિવજીએ કહ્યું કે જે ભક્ત કેદારનાથની સાથે જ નર-નારાયણના દર્શન કરશે. તેમને અક્ષય પુણ્ય મળશે. આ વરદાન આપીને શિવજી જ્યોતિ સ્વરૂપમાં અહીં સ્થિત શિવલિંગમાં સમાઈ ગયા. 

કેદારનાથ ધામ હિમાલયમાં સ્થિત છે. આ કારણે ઠંડીના દિવસોમાં અહીંનું વાતાવરણ વ્યક્તિ માટે યોગ્ય નથી રહેતું. ઠંડી, બરફના કારણે કેદારનાથ દર્શનાર્થિઓ માટે હંમેશા ખુલુ નથી રહી શકતું. આ મંદિર ગરમીઓના દિવસોમાં એટલે કે એપ્રિલથી નવેમ્બરની વચ્ચે દર્શન માટે ખુલે છે. 

ગુરૂ શંકરાચાર્યએ કરાવ્યો હતો મંદિરનો જિર્ણોદ્ધાર 
માન્યતા છે કે કેદારનાથ ધામમાં સ્વયંભૂ શિંવલિંગ સ્થાપિત છે. સ્વયંભૂ શિવલિંગનો અર્થ છે જે સ્વયં પ્રગટ થયું છે. કેદારનાથ મંદિરનું નિર્માણ પાંડવ રાજા જનમેજયે કરાવ્યું હતું. બાદમાં આદિ ગુરૂ શંકરાચાર્યએ આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો. 

જાણો મંદિર વિશે 
કેદારનાથ મંદિર એક ઉંચી જગ્યા પર બનેલું છે. મંદિરના મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારે બાજુ પરિક્રમા માર્ગ છે. મંદિર બહાર પરિસરમાં શિવજીના વાહન નંદી બિરાજમાન છે. અહીં શિવજીનું પુજન પ્રાચીન સમયથી ચાલી આવતી વિધિથી કરવામાં આવે છે. 

સવારે શિવલિંગને સ્નાન કરાવવામાં આવે છે. ઘીથી લેપન કરવામાં આવે છે. ત્યાર બાદ ધૂપ-દીપથી પુજન સામગ્રિઓની સાથે ભગવાનની આરતી કરવામાં આવે છે. સાંજના સમયે ખાસ શણગાર કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ