બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Karnataka Elections: Today BJP will publish election manifesto, will use WhatsApp and QR code

રાજનીતિ / કર્ણાટક ચૂંટણી: આજે ભાજપ ચૂંટણી ઢંઢેરો કરશે જાહેર, WHATSAPP અને QR CODEનો લેશે સહારો

Priyakant

Last Updated: 09:41 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Election 2023 News: સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટોમાં ભાજપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ બહાર મૂકી શકે, સવારે 10 વાગ્યે બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં બહાર પાડવામાં આવશે ચૂંટણી ઢંઢેરો

  • આજે કર્ણાટકમાં BJP પાર્ટી મેનિફેસ્ટો જાહેર કરી શકે
  • ભાજપ અધ્યક્ષ નડ્ડા, CM બસવરાજ અને યેદિયુરપ્પા  જાહેર કરશે મેનિફેસ્ટો
  • વેબસાઈટ, વોટ્સએપ અને ક્યુઆર કોડ દ્વારા માંગવામાં આવ્યા હતા સૂચનો 

આજે કર્ણાટકમાં BJP પાર્ટી મેનિફેસ્ટો જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને બીએસ યેદિયુરપ્પા મેનિફેસ્ટો જાહેર કરશે. મેનિફેસ્ટોમાં યુવતીઓ માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીનો ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ રહેશે. મેનિફેસ્ટો સવારે 10 વાગ્યે બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં બહાર પાડવામાં આવશે.

ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે 224 વિધાનસભા ક્ષેત્રો પર જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા. જે વેબસાઈટ, વોટ્સએપ અને ક્યુઆર કોડ દ્વારા માંગવામાં આવ્યા હતા. જાહેર સ્થળો અને પાર્ટીની રેલીઓમાં કેન મૂકવામાં આવ્યા હતા. જેમાં જાહેર જનતા મેનિફેસ્ટો માટે સૂચનો મૂકી શકતી હતી. કોંગ્રેસે મફત વીજળી, ગૃહિણીઓને રોકડ, મફત દસ કિલો ચોખા જેવી ગેરંટી આપી છે.    

દિગ્ગજ નેતાઓ રહેશે હાજર 
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ અને વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા હાજર રહેશે. ભાજપ તેને વિઝન ડોક્યુમેન્ટ ગણાવી રહ્યું છે, જેની થીમ પ્રજા ધ્વની એટલે કે લોકોનો અવાજ હશે. ભાજપના મેનિફેસ્ટોમાં બોમાઈ સરકારના 4 ટકા મુસ્લિમ આરક્ષણને નાબૂદ કરવાના અને તેને 2 ટકા લિંગાયતો અને 2 ટકા વોક્કાલિંગમાં વહેંચવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.  પ્રથમ વખતના મતદારોને આકર્ષવા માટે, યુવાનો અને 12મી પાસ મહિલાઓ માટે જાહેરાત થઈ શકે છે. 2018ના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખ્યું હતું. પક્ષમાં ગાય સંરક્ષણના વચનો પણ સામેલ હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ