બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Kanganas new film Tejas flopped terribly

મનોરંજન / ભયંકર રીતે ફ્લોપ થઈ કંગનાની નવી ફિલ્મ તેજસ: થિયેટર ખાલી રહેતા કેન્સલ થઈ રહ્યા છે શોઝ, જુઓ કેટલી થઈ કમાણી

Kishor

Last Updated: 03:16 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાની નવી ફિલ્મ તેજસ ભયંકર રીતે ફ્લોપ જઈ રહી છે. જેને લઈને ટીકીટની પણ કોઈ લેવાલી નથી પરિણામે થિયેટર ખાલી રહેતા શો કેન્સલ કરવા પડે તેવી નોબત આવી રહી છે.

  • કંગના હાલ તેની નવી ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં
  • ઘણા સિનેમા હોલ્સમાં 4-5 દર્શકો પહોંચ્યા
  • માલિકો ફિલ્મને હટાવવા માટેનો પણ નિર્ણય કરવા માટે મજબૂર

બોલિવૂડ ક્વીન કંગના રનૌત હાલ તેની નવી ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. કંગનાની નવી ફિલ્મ તેજસ હાલમાં જ બોક્સ ઓફિસ પર રિલિઝ થઈ છે. જે ખુબ ખરાબ રીતે ફેઈલ થઈ રહી છે.  ઘણા સિનેમા હોલ્સમાંથી તો તેના માલિકો આ ફિલ્મને હટાવવા માટેનો પણ નિર્ણય કરવા માટે મજબૂર બન્યા છે. કારણ કે ઘણા સિનેમા હોલ્સમાં 4-5 દર્શકો પહોંચ્યા તો ઘણા થિયેટર્સમાં એક પણ વ્યક્તિની ટીકીટ બુક થઈ નથી.

 

બોલિવૂડ હંગામાં અનુસાર...

બોલિવૂડ હંગામાં અનુસાર દેશભરમાં ઘણા એક્ઝિબિટર દ્વારા ફિલ્મ તેજસને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખરાબ ઓક્યુપેંસીના કારણે કંગના રનૌતની ફિલ્મ પહેલા જ અઠવાડિયામાંથી સિનેમાહોસથી હટાવવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચિતમાં એક એગ્ઝિબિટર્સનું કહેવુ છે કે ગયા રવિવારની સ્થિતિ ખુબ જ ખરાબ હતી.  કારણ કે ફિલ્મ જોવા માટે માંડ 10-12 લોકો પહોંચ્યા હતા. જેના કારણે શો કેન્સલ કરવો પડ્યો હતો.

 VFX યુઝ કરવામાં આવ્યાં છે તે કારણભૂત
સમગ્ર મામલે એક્ઝિબિટરનું માનવું છે કે ફિલ્મ સારી છે... પણ આ ફિલ્મમમાં જે રીતે VFX યુઝ કરવામાં આવ્યાં છે તેમાં ઘણી ખામીઓ છે.. જેના કારણે લોકોએ  'તેજસ'ને રિજેક્ટ કરી છે. આ જ કારણ છે કે વિક્રાંત મેસીની '12મી ફેલ' 'તેજસ' કરતાં વધુ સારું પ્રદર્શન અત્યારે થિયેટર્સમાં કરી રહી છે. 

એક પણ ટિકિટ ન વેચાણી
બિહારના પૂર્ણિયામાં 'રૂપબની સિનેમહોલની વાત કરવામાં આવે તો આ સિનેમા હોલના માલિક  વિષેક ચૌહાણે તો આ ફિલ્મને આપત્તી ગણાવી હતી.. પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે આ વર્ષે પહેલીવાર તેમના થિયેટરમાં સવારના શો એક પણ ટિકિટનું વેચાણ થયું ન હતું..  જેથી શો કેન્સલ કરવાની નોબત આવી હતી.જ્યારે અન્ય એક થિયેટરના માલિકનું કહેવુ છે કે કંગના રનૌતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ રીતે પિટાઈ છે. જેથી તેની પાસે એક પણ તેજસ ફિલ્મનો શો નથી.. એક પણ ટિકિટનુ વેચાણ ન થતા થિયેટર માલિક દ્વારા આ ફિલ્મને બોક્સ ઓફિસ પરથી જ હટાવી લેવાનો નિર્ણય કર્યો છે..  થિયેટર્સના માલિકો દ્વારા ફિલ્મ તેજસની ટિકિટ પણ ઘટાડવામાં આવી હતી.. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર ખુબ ખરાબ રીતે ફ્લોપ રહી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ