આંદોલન / રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલને જોર પકડ્યું, દિલ્હી -મુંબઈ ટ્રેક પર પ્રદર્શનકારીઓનો કબ્જો, આ 7 ટ્રેનોનો માર્ગ બદલાયો

jaipur gujjar reservation movement delhi mumbai rail track captured by agitators changed the route of 7 trains

ગુર્જર આરક્ષણ આંદોલન પોતાની અસર બતાવી રહ્યું છે. આંદોલનને લઈને 2 જૂથમાં વહેંચાયેલા ગુર્જર સમાજના એક જૂથે દિલ્હી- મુંબઈ રેલ માર્ગ પર કબ્જો કર્યો છે. પ્રદરશનકારી બયાનાના પીલૂપુરામાં રેલવે ટ્રેક પર બેસી ગયા છે. ત્યારે આ રુટ પર ટ્રેનોની અવરજવર પ્રભાવીત થવાનું શરુ થઈ ગયું છે. પ્રદર્શનના પહેલા દિવસે રવિવાકે આંદોલનકારીઓએ કેટલાક પાટાઓની ફિશ પ્લેટ ઉખાદી નાંખી હતી. એ બાદ ઉત્તર પશ્ચિમ રેલવેએ આ માર્ગની 7 ટ્રેનોનો માર્ગ બદલી નાંખ્યો છે. આ ફેરપાર આંદોલનકારીઓના અહીંથી હટવા સુધી ચાલુ રહેશે. ટ્રેનોમાં ફેરફાર રવિવારથી લાગૂ કરી દેવામાં આવ્યું છે. આનાથી આ માર્ગ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ