મેમરી કાર્ડ ખરાબ થવાનું મુખ્ય કારણ મોબાઇલ ફોન છે. સ્માર્ટફોનમાં બ્રાઉઝિંગ કરતા સમયે અથવા તો કોઇ થર્ડ પાર્ટ એપ ડાઉનલોડ કરતા સમયે જો વાયરસ આવી જાય તો મોબાઇલની સાથે મેમરી કાર્ડ પણ ખરાબ થઇ જાય છે.
એવું માનવામાં આવે છે મેમરી કાર્ડ ખરાબબ હોવાનું કારણ એન્ડ્રોઇડ છે કારણ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સરળતાથી વાયરસ આવી જાય છે. પણ તમારું મેમરી કાર્ડ ઠીક કરવાનો એક ઉપાય બતાવશું જેથી તમે તમારા ખરાબ મેમરી કાર્ડને તરત ઠીક કરી શકશો.
આવી રીતે કરો તમારું મેમરી કાર્ડ ઠીક:
- જો મેમરી કાર્ડનું નામ L: છે તો L: ટાઇપ કરીને એન્ટર કરો. જે પછી ફોર્મેટ L: ટાઇપ કરી એન્ટર કરો. હવે તમારી પાસે એક કન્ફર્મેશન મેસેજ આવશે જેમાં હા માટે Y અને ના માટે N એન્ટર કરો. Y પર ક્લિક કરવા પર તમારું મેમરી કાર્ડ Format થવાનું શરૂ થઇ જશે અને જે પછી તમારું મેમરી કાર્ડ ઠીક થઇ જશે.
- તમારા મેમરી કાર્ડને કમ્પ્યૂટર અથવા તો લેપટોપને કનેક્ટ કરો જેને કાર્ડ રીડરની મદદથી કનેક્ટ કરી શકાશે. જે પછી Ctrl+R પ્રેસ કરો. હવે જે વિન્ડો ઑપન થશે તેમાં CMD લખીને એન્ટર કરો. હવે તમારા મેમરી કાર્ડનું નામ એડ કરો.
તમને જણાવી દઇએ કે માત્ર મેમરી કાર્ડ જ ઠીક થશે તમારો કોઇ પણ ડેટા પરત નહી મળે. એવામાં જો મેમરી કાર્ડમાં સેલ ડેટા તમારા કમ્પ્યૂટર અથવા તો લેપટોમાં પહેલાથી સેવ કરી લો જેથી તમારો ડેટા સચવાઈ રહે.