બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Is your child stubborn? So don't fret, just follow these 4 tips

લાઇફસ્ટાઇલ ટિપ્સ / શું તમારું બાળક જિદ્દી થઇ ગયું છે? તો ડાંટશો નહીં, બસ અપનાવો આ 4 ટિપ્સ, બની જશે આજ્ઞાકારી

Pooja Khunti

Last Updated: 12:14 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને સમય-સમય પર જણાવતા રહો કે તેમણે શું કરવું જોઈએ. તેમના માટે શું સારું છે અને શું ખરાબ. તેથી તેઓ યોગ્ય દિશામાં આગળ વધી શકશે.

  • તમારા બાળકને આ રીતે શિસ્ત આપો 
  • બાળક‍ સાથે સમય પસાર કરો 
  • તેમની સારી આદતોની પ્રસંશા કરો 

એક શોધમાં જાણવા મળ્યું છે કે બાળકોને ડાંટવાથી અથવા મારવાથી તેમને સુધારી શકાય નહીં. આનાથી તે વધુ જિદ્દી અને ગુસ્સાવાળું બાળક બની જશે. આ સાથે તે નાની ઉંમરમાં જ ડિપ્રેશન અને નકારાત્મકતાનો શિકાર બની જાય છે. જેનાથી તે ખોટું પગલું લઈ શકે છે. આ સ્થિતિમાં જો તમે વિચારી રહ્યા હોય કે તમે તમારા બાળકને મારશો અથવા ડાંટશો તો, તમે ખોટું વિચારી રહ્યા છો. જાણો તમારા બાળકનાં વ્યવહારને સુધારવા માટે શું કરવું જોઈએ. 

તમારા બાળકને આ રીતે શિસ્ત આપો 

બાળક‍ સાથે સમય પસાર કરો 
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, માતાપિતા બાળકો માટે સમય નથી નિકાળી શકતા. તેમની સમસ્યાઓ નથી સાંભડતા. જેના કારણે બાળક જિદ્દી બની જાય છે. તમે ટીવી અને ફોન જોવાનું ટાળી અને બાળક સાથે સમય પસાર કરી શકો છો. તેમની સાથે વાત કરો, તેમની સમસ્યાઓ સાંભળો. 

તેમની સારી આદતોની પ્રસંશા કરો 
તમે તમારા બાળકોની ખરાબ આદત સુધારવા માંગતા હોય તો, તેમની સારી આદતોની પ્રસંશા કરો. જેનાથી તેમને પ્રેરણા મળશે અને તે સારું કામ કરવા માટે પ્રેરિત થશે. 

વાંચવા જેવું: કિસ્મત વાળા હોય છે માતા-પિતા જેમના સંતાનમાં હોય છે આ ચાણક્ય નીતિના આવા ગુણો, જાણીને થશે ગર્વ

તેમને માર્ગદર્શન આપો 
બાળકોને સમય-સમય પર જણાવતા રહો કે તેમણે શું કરવું જોઈએ. તેમના માટે શું સારું છે અને શું ખરાબ. તેથી તેઓ યોગ્ય દિશામાં આગળ વધી શકશે. 

સર્જનાત્મક બનાવો 
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બાળકોને નિષ્ક્રિય રાખવાની જગ્યાએ તેમણે કોઈ ને કોઈ સર્જનાત્મક પ્રવૃતિમાં વ્યસ્ત રાખવા જોઈએ. તેનાથી તેમનું મગજ સકારાત્મક રહેશે. તેનાથી તેઓ સારો વ્યવહાર કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ