ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl pbks vs srh live score punjab kings vs sunrisers hyderabad

PBKS vs SRH / SRHનો વિજય, પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું, શશાંક-આશુતોષની તોફાની ઇનિંગ્સ પણ કામ ન આવી

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:38 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રન બનાવ્યા હતાં.

ADVERTISEMENT

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ચાલી રહી છે, જેમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ છે. આ મેચ મલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ  હતી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબને 2 રને હરાવ્યું છે. 

પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે યુવા બેટ્સમેન નીતિશ રેડ્ડીએ 37 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી હતી. 

પંજાબ કિંગ્સ માટે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં કુલ ચાર વિકેટ લીધી હતી જ્યારે સેમ કુરન અને હર્ષલ પટેલને બે-બે વિકેટ મળી હતી.

મેચમાં સનરાઇઝર્સ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નીતીશ કુમાર રેડ્ડીએ 32 બોલમાં ફિફ્ટી ફટકારીને ટીમની કમાન સંભાળી હતી. તેણે 37 બોલમાં સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અબ્દુલ સમદે 12 બોલમાં 25 રન બનાવ્યા હતા.

વાંચવા જેવું:  'CSKની કેપ્ટનશીપ માટે મને ગયા વર્ષે જ...', જુઓ શું કહ્યું ઋતુરાજ ગાયકવાડે

ચેન્નાઈ બાદ હવે હૈદરાબાદે પંજાબને હરાવ્યું 
આ સિઝનમાં અત્યાર સુધીમાં પંજાબ અને હૈદરાબાદની ટીમો 5-5 મેચ રમી છે જેમાંથી સનરાઇઝર્સે 3 મેચ જીતી છે. જ્યારે પંજાબ માત્ર 2 જીત્યું છે. બંને ટીમોએ તેમની અગાઉની મેચ જીતી હતી, પરંતુ આ મેચમાં પંજાબનો પરાજય થયો હતો. માત્ર હૈદરાબાદ જ જીતનો સિલસિલો જાળવી શકી હતી. અગાઉની મેચમાં સનરાઇઝર્સે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News IPL 2024 IPL 2024 Latest News pbks vs srh punjab kings vs sunrisers hyderabad IPL 2024 PBKS vs SRH

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ