બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 virat kohli needs three sixes to break chris gayle record

IPL 2024 / ગેલ-ડિવિલિયર્સનો આ રેકોર્ડ તોડવામાં કોહલી હવે માત્ર ત્રણ કદમ જ દૂર, પછી કરશે કમાલ

Arohi

Last Updated: 12:39 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: RCBએ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જ્યારે KKRએ પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મ્હાત આપીને 17મી સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી.

RCBના બેટ્સમેન વિરાટ કોહલી ટીમની ત્રીજી મેચમાં એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી શકે છે. આરસીબી અને કલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે શુક્રવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની 10મી મેચ રમાશે. આરસીબીએ પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું.

જ્યારે કેકેઆરે પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મ્હાત આપીને 17માં સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી. કોહલી જો કેકેઆરના સામે ત્રણ છગ્ગા લગાવવામાં સફળ રહ્યા તો તે આઈપીએલમાં કોઈ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધારે છગ્ગા લગાવનાર ખેલાડી બની જશે. 

ગેલના નામ પર સૌથી વધારે છગ્ગાના રેકોર્ડ 
આઈપીએલમાં કોઈ ટીમ માટે સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ આરસીબીના જ પૂર્વ સલામી બેટ્સમેન ક્રિસ ગેલના નામ પર છે. ગેલે આરસીબી માટે 85 મેચ રમી અને આ સમયે તેમના બેટથી 239 છગ્ગા વાગ્યા. બીજા નંબર પર આ ટીમના માટે જ રમનાર ખેલાડી એબી ડિવિલિયર્સનું નામ છે જેમણે આરસીબી માટે 156 મેચોમાં 238 છગ્ગા લગાવ્યા હતા. 

પૂર્વ કેપ્ટન કોહલી ત્રીજા સ્થાન પર છે. કોહલી અત્યાર સુધી આરસીબી માટે 239 મેચ રમી ચુક્યા છે અને તેમના બેટથી 237 છગ્ગા વાગ્યા છે. એટલે કે જો કોઈ ત્રણ છગ્ગા લગાવી દે તો તે ગેલ અને ડિવિલિયર્સને પછાડીને કોઈ ટીમ માટે સૌથી વધારે છગ્ગા લગાવનાર ખોલાડી બની જશે. 

વધુ વાંચો: શું ખરેખર મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળ જવાબદાર છે હાર્દિક પંડ્યા? સ્ટ્રાઇક રેટને લઇ પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

6 ખેલાડીઓએ માર્યા 200થી વધારે છગ્ગા 
આઈપીએલ ઈતિહાસમાં ફક્ત છ ખેલાડી જ એવા છે જેમણે આ ટૂર્નામેન્ટમાં કોઈ એક ટીમ માટે 200થી વધારે છગ્ગા લગાવ્યા છે. ગેલ, ડિવિલિયર્સ, કોહલી, કીરોન પોલાર્ડ, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જ આ લિસ્ટમાં શામેલ છે. ત્યાં જ કોહલીની પાસે વધુ એક ઈતિહાસ રચવાનો મોકો છે. જો કોહલી ગેલને પાછળ છોડવામાં સફળ રહ્યા તો તે દુનિયાના એકમાત્ર બેટ્સમેન હશે જેમણે ટીમ માટે રમતા 240 છગ્ગા લગાવ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ