બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Mumbai Indians and Punjab Kings Mumbai won by 9 runs in this exciting match

IPL 2024 / MI vs PBKS: રોમાંચક મેચમાં મુંબઈએ પંજાબને કચડ્યું, 25 વર્ષના છોકરાએ MIનો શ્વાસ ચઢાવી દીધો

Last Updated: 12:21 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો સામસામે આવી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં મુંબઈનો 9 રને વિજય થયો હતો.

IPL 2024 ની 33મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો સામસામે આવી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં મુંબઈનો 9 રને વિજય થયો હતો. આ સિઝનમાં મુંબઈની ત્રીજી જીત છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 183 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સિઝનમાં મુંબઈની આ ત્રીજી જીત છે, જ્યારે પંજાબને ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

 

આશુતોષે આશા જગાવી

મુંબઈ તરફથી મળેલા ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સના 6 બેટ્સમેનો 77 રનમાં આઉટ થઈ ગયા હતા, પરંતુ આ પછી આશુતોષ શર્માએ શાનદાર બેટિંગ કરીને પંજાબની ટીમને ન માત્ર વાપસી કરાવી હતી પરંતુ સાથે સાથે ટીમને લગભગ જીતની સીમા સુધી પહોંચાડી દીધી હતી . જોકે, આશુતોષ વિજયના થોડા રન પહેલા આઉટ થઈ ગયો હતો. આશુતોષ શર્માએ 28 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા.

કોએત્ઝીએ મેચને ફેરવી નાખી

પંજાબ કિંગ્સને અંતિમ 18 બોલમાં જીતવા માટે 25 રનની જરૂર હતી અને એવું લાગતું હતું કે આશુતોષ શર્મા પંજાબને સરળતાથી જીત તરફ લઈ જશે, પરંતુ ઇનિંગ્સની 18મી ઓવરમાં આવેલા ગેરાલ્ડ કોએત્ઝીએ આશુતોષને પહેલા જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો પંજાબની આશાઓને મોટો ફટકો. આશુતોષ અને શશાંક સિંહ (41 રન) સિવાય પંજાબ તરફથી અન્ય કોઈ બેટ્સમેન આ મેચમાં રમ્યો ન હતો. મુંબઈ તરફથી જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આકાશ મધવાલ, હાર્દિક પંડ્યા અને શ્રેયસ ગોપાલને 1-1 સફળતા મળી હતી.

વધુ વાંચો : VIDEO : સ્ટેડિયમમાં રુપાળી છોકરી જોતા હોશ ખોઈ બેઠો શુભમન ગીલ ! વાયરલ થયું રિએક્શન

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો

સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમારના બેટમાંથી 78 રન આવ્યા હતા. તેમના સિવાય રોહિત શર્મા 36 રન બનાવીને અણનમ રહ્યા હતા અને તિલક વર્મા 34 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઈશાન 8 રન બનાવીને આઉટ થયો હતો અને હાર્દિક 10 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડ (14 રન), રોમારિયો શેફર્ડ (1 રન) અને મોહમ્મદ નબી (0 રન) પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. કેપ્ટન સેમ કુરાને બે અને કાગીસો રબાડાને 1 વિકેટ મળી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

IPL IPL2024 Mumbai MumbaiIndians PunjabKings teams IPL 2024
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ