બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Gujarat captain Gill made a big mistake in the match against CSK

IPL 2024 / CSK સામેની મેચમાં ગુજરાતના કેપ્ટન ગિલે કરી મોટી ભૂલ, ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ

Megha

Last Updated: 10:52 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈએ ગુજરાતને 63 રનથી હરાવીને સતત બીજી જીત હાંસલ કરી હતી અને આ મેચમાં ગિલે એક મોટી ભૂલ કરી હતી. આ માટે ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2024માં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને મંગળવારે રમાયેલી સાતમી મેચમાં, ચેન્નાઈએ ગુજરાતને 63 રનથી હરાવીને સતત બીજી જીત હાંસલ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 63 રને એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં ગુજરાતની ટીમને 207 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં માત્ર 143 રન સુધી જ પહોંચી શકી હતી. 

એવામાં હવે ગિલની કેપ્ટનસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સામેની મેચમાં ગિલે મોટી ભૂલ કરી હતી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને ચેન્નાઈ સામેની મેચ દરમિયાન તેની ટીમના સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  

IPL દ્વારા જારી કરાયેલી સત્તાવાર મીડિયા રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને IPL 2024ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 26 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જાણીતું છે કે સ્લો ઓવર રેટના ગુનાઓ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ