બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Virat Kohli, Gautam Gambhir fined 100 percent fees after verbal fight

IPL 2023 / પિચ પર લડવું વિરાટ કોહલી-ગૌતમ ગંભીરને પડ્યું ભારે: વિવાદથી થયું મસમોટું નુકસાન, જુઓ BCCIએ શું પેનલ્ટી ફટકારી

Megha

Last Updated: 09:07 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલી અને ગૌતમ ગંભીરની આ ઉગ્ર બોલાચાલીએ IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું. આવી સ્થિતિમાં BCCI અને IPLની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

  • મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી
  • બંને એ IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું
  • 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો
  • આ સિઝનમાં વિરાટ કોહલીની ત્રીજી સજા 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. IPL 2023માં સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું. આ મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બંનેને IPL આચાર સંહિતા તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું
કોહલી અને ગૌતમ ગંભીરની આ ઉગ્ર બોલાચાલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની ગરિમા બગાડવાનું કામ કર્યું. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને IPLની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આની સજા તરીકે તેની મેચ ફીમાં કાપ મુકવામાં આવ્યો છે. બંનેને લખનઉમાં રમાયેલી મેચની ફી મળી ન હતી. સજા તરીકે તેની મેચ ફીમાં 100 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

આ સિઝનમાં વિરાટ કોહલીની ત્રીજી સજા 
વિરાટ કોહલીને આ સિઝનમાં મળેલી આ ત્રીજી સજા છે, જે તેની છેલ્લી બે ભૂલો કરતા મોટી ભૂલ માટે આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા પણ IPL 2023 માં, જ્યારે તે ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ RCBની કેપ્ટનશીપ કરી રહ્યો હતો ત્યારે તેને ધીમી ઓવર રેટ માટે બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે આ વખતે ઝઘડાને કારણે સજા વધુ આપવામાં આવી છે.

આ ત્રીજા ખેલાડીને પણ મળી સજા 
આ બંને સિવાય લખનૌ સુપર જાયન્ટ્સનો બોલર નવીન-ઉલ-હક પણ સજાને પાત્ર બન્યો છે, જેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીનની ભૂલ વિશે વાત કરીએ તો તેને પણ મેચ બાદ કોહલી સાથે બોલાચાલી કરી હતી. જેમને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. 

2013માં પણ થઈ હતી બોલાચાલી 
IPL 2013ની સીઝનમાં પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે લડાઇ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન હતા. પરંતુ આ વખતે તેઓ લખનઉની ટીમના મેન્ટર છે. જ્યારે કોહલી બેંગલોરની ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે.

108માં સમેટાઇ ગઇ હતી લખનઉ સુપર જાયન્ટ્સ
મેચ જીતવા માટે બેંગલોરની ટીમે લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી લખનઉની ટીમ 108 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ ગઈ હતી. જે બાદ મામલો ગરમાયો હતો. આ દલીલ એટલી ઉગ્ર બની ગઈ કે બાકીના ખેલાડીઓ અને સ્ટાફે વચમાં આવવું પડ્યું હતું. જેનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

બેંગલોરે લખનઉને હરાવ્યું
મેચમાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી ટીમે 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી કેપ્ટન ડુ પ્લેસિસે 40 બોલમાં સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તેમના સિવાય વિરાટ કોહલીએ 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 16 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી. જ્યારે અમિત મિશ્રા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ