બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Bhojpuri fever on Virat Kohli seeing his own shots started speaking Bhojpuri, Video

IPL 2023 / 'મુંહ ફોડબા કા', કોમેન્ટ્રી જોઈ વિરાટ કોહલીને પણ લાગ્યો ભોજપુરીનો રંગ, જુઓ VIDEO

Megha

Last Updated: 04:35 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પણ ભોજપુરી કોમેન્ટ્રીનો આનંદ માણતો જોવા મળ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • આઈપીએલમાં ભોજપુરી ભાષામાં કોમેન્ટ્રી લોકોને પસંદ આવી 
  • કિંગ કોહલી પર પણ હાલ પર ભોજપુરી ફીવર ચઢી ગયો
  • વિરાટ કોહલી પણ ભોજપુરી કોમેન્ટ્રીનો આનંદ માણતો જોવા મળ્યો

છેલ્લા ઘણા સમયથી સુસ્ત પડેલ વિરાટ કોહલીનું બેટ હવે જોરદાર ચાલવા લાગ્યું છે અને આ દિવસોમાં તો આઈપીએલમાં કોહલી તેનો જલવો બતાવી રહ્યો છે.  હાલ આઈપીએલની 16 મી સિઝન ચાલી રહી છે અને તેમાં હિન્દી, અંગ્રેજી, પંજાબી, ભોજપુરી સહિત ઘણી ભાષાઓમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે આ સાથે જ ભોજપુરી ભાષામાં કરવામાં આવી રહેલી કોમેન્ટ્રીને પણ લોકો પસંદ કરી રહ્યા છે.

ભોજપુરી ભાષામાં કરવામાં આવી રહેલી કોમેન્ટ્રીને પણ લોકો પસંદ કરી રહ્યા છે. ભોજપુરી ભાષામાં કરવામાં આવી રહેલી કોમેન્ટ્રીને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ સાથે જ કિંગ કોહલી પર પણ હાલ પર ભોજપુરી ફીવર ચઢી ગયો છે. 

વાત એમ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પણ ભોજપુરી કોમેન્ટ્રીનો આનંદ માણતો જોવા મળ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં કોહલી ભોજપુરી કોમેન્ટ્રી પર પ્રતિક્રિયા આપી અને પોતાના શોટ્સ જોયા પછી ભોજપુરી કોમેન્ટ્રીની નકલ કરતાં જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોમાં વિરાટ કોહલી ભોજપુરી કોમેન્ટ્રી સાંભળતો જોવા મળી રહ્યો છે.  જેમાં 'લપેટ લિહિસ', 'ધમાકા હુઈ ગવા' અને 'મુહ ફોડબા કા' જએવા વાક્ય સાંભળીને તેને બોલવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

RCB ની વાત કરીએ તો  6 મેચમાં 3 જીત અને 3 હાર સાથે, તે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. કોહલીએ પંજાબ કિંગ્સ સામે આરસીબીની કેપ્ટનશીપ કરી હતી, જ્યાં ટીમ 24 રનથી જીતી હતી. આ મેચમાં કોહલીએ 59 રન અને નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 84 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 137 રનની મોટી ભાગીદારી થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ