બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian railways ticket cancellation rules and regulations check all charges

કામની વાત / ટ્રેન ટિકિટ કેન્સલ કરી રહ્યાં છો? તો પહેલાં જાણી લેજો આ ખાસ નિયમ, નહીં તો આવશે પસ્તાવાનો વારો

Bijal Vyas

Last Updated: 08:03 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડશે અને તે પછી તમે મુસાફરી કરી શકશો. ઘણી વખત મુસાફરોને વિવિધ કારણોસર તેમની ટ્રેન ટિકિટ કેન્સલ કરવી પડે છે.

  • ઘણી વખત મુસાફરોને વિવિધ કારણોસર તેમની ટ્રેન ટિકિટ કેન્સલ કરવી પડે છે
  • જો તમે બુક કરેલી કન્ફર્મ તત્કાલ ટ્રેન ટિકિટ કેન્સલ કરો છો, તો તમને રિફંડ મળતું નથી.

Indian Railway Ticket Cancellation Rules: ભારતીય ટ્રેન દ્વારા દરરોજ મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી બીજા સ્થળે મુસાફરી કરે છે. 24 કલાક ચાલતી ટ્રેનો લોકોને તેમના ગંતવ્ય સુધી લઈ જાય છે. જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તમારે ટ્રેનની ટિકિટ લેવી પડશે અને તે પછી તમે મુસાફરી કરી શકશો. પરંતુ ઘણી વખત મુસાફરોને વિવિધ કારણોસર તેમની ટ્રેન ટિકિટ કેન્સલ કરવી પડે છે.

આવી સ્થિતિમાં, ઘણી વખત અડધાથી વધુ પૈસા કપાઈ જાય છે અથવા તો કોઈ રિર્ટન મળતું નથી. આવી સ્થિતિમાં, જરૂરી છે કે ટ્રેનની ટિકિટ કેન્સલ કરતા પહેલા, તમારે ભારતીય રેલવેના નિયમો વિશે જાણવું જોઈએ, જેથી તમને ટ્રેનની ટિકિટ કેન્સલ કરવાના યોગ્ય પૈસા પાછા મળી શકે. તો આવો જાણીએ આ વિશે...

શું હોય છે આ I-ટિકિટ ને E-ટિકિટ? ટ્રેનનું બુકિંગ કરાવતા પહેલાં અચૂકથી જાણી  લેજો I-ticket and E-ticket know the difference between them before booking  train tickets

ચાર્ટ તૈયાર થતા પહેલાનો નિયમઃ

  • જો તમે 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો તમારે આટલો કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડશે...
  • પ્રથમ/એક્ઝિક્યુટીવ ક્લાસ માટે રૂ. 240 કેન્સલેશન ચાર્જ કાપવામાં આવ્યો
  • AC 2 ટાયર/ફર્સ્ટ ક્લાસ માટે રૂ. 200 કેન્સલેશન ચાર્જ ચૂકવવાનો રહેશે.
  • AC 3 ટાયર/AC ચેર કાર/AC 3 ઇકોનોમી માટે રૂ. 180 કેન્સલેશન ચાર્જ કપાય છે.
  • સ્લીપર માટે 120 રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે 80 રૂપિયા કેન્સલેશન ચાર્જ છે.

એટલું જ નહીં, જો તમે નિર્ધારિત ડિપાર્ચરના 12 કલાક પહેલાં ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો, તો આવા કિસ્સામાં તમારો કેન્સલેશન ચાર્જ સૌથી ઓછા ફ્લેટ રેટના 25% હોય છે.

બીજી તરફ, જો તમે કોઈપણ કારણોસર તમારી ટ્રેન ટિકિટ 12 કલાકથી ઓછા સમયમાં અને 4 કલાક પહેલા રદ કરો છો, તો તમારા કેન્સલેશન ચાર્જમાંથી 50% કાપવામાં આવે છે.

Tag | VTV Gujarati

તત્કાલ ટિકિટ
ટ્રેન ટિકિટ બુક કરવાની ઘણી રીતો છે, જેમાંથી એક તત્કાલ ટ્રેન ટિકિટ સુવિધા છે. જો તમે બુક કરેલી કન્ફર્મ તત્કાલ ટ્રેન ટિકિટ કેન્સલ કરો છો, તો તમને કોઈ રિફંડ મળતું નથી.

જાણી લો કે જ્યારે તમે તત્કાલ ટ્રેનની ટિકિટ બુક કરો છો ત્યારે બે પ્રકારની ટિકિટ બુક કરી શકાય છે. પ્રથમ કન્ફર્મ તત્કાલ અને બીજી વેઈટીંગ તત્કાલ ટિકિટ. આવી સ્થિતિમાં, જો તમે વેઇટિંગ લિસ્ટ સાથે તત્કાલ ટ્રેનની ટિકિટ કેન્સલ કરો છો, તો તેના પર થોડો ચાર્જ કાપવામાં આવે છે. જ્યારે, તત્કાલ ઈ-ટિકિટના આંશિક રદ કરવાની મંજૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ