બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / અજબ ગજબ / India name Bharat: History of the names of the country India Bharat Hindustan aryavart, jambudvip

જાણવું જરૂરી / ભારત દેશનું નામ ઈન્ડિયા કઈ રીતે પડ્યું? આર્યાવર્ત, ભારતવર્ષ અને હિન્દુસ્તાન સહિત દેશના 7 નામોનો રોચક ઈતિહાસ

Vaidehi

Last Updated: 06:47 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય બંધારણની કલમ 1માં ભારતની પરિભાષામાં,'ઈન્ડિયા અર્થાત ભારત' શબ્દોનો પ્રયોગ કરવામા આવ્યો છે જેમાંથી સરકાર ઈન્ડિયા શબ્દને કાઢીને માત્ર ભારત શબ્દ રાખવા પર વિચાર કરી રહી છે.

  • દેશનું નામ ઈન્ડિયાથી બદલી ભારત કરવા માંગ
  • સરકાર સંસદમાં આ અંગે રજૂ કરી શકે છે બિલ
  • આ ચર્ચાઓ વચ્ચે જાણો ઈન્ડિયા અને ભારત નામનો ઈતિહાસ

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' કરવા અંગે સમગ્ર દેશમાં ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ઘણાં સમયથી બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ કાઢી દેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘ ચાલક મોહન ભાગવતે લોકોને ઈન્ડિયાની જગ્યા ભારત નામનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. એટલું જ નહીં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મોદી સરકાર 18-22 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત સંસદનાં વિશેષ સત્ર દરમિયાન ભારતીય બંધારણથી ઈન્ડિયા શબ્દ દૂર કરવા સંબંધિત બિલ રજૂ કરી શકે છે. આ મોટા વિષયની મૂળમાં જઈને આવો જાણીએ કે દેશનું નામ INDIA કઈ રીતે પડ્યું?

પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ
પ્રાચીન કાળથી આપણાં દેશનાં અલગ-અલગ નામ રહ્યાં છે. પ્રાચીન ગ્રંથોમાં જમ્બૂદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભ વર્ષ, આર્યાવર્ત વગેરે તો કેટલાક ઈતિહાસકારોએ હિંદ, હિંદુસ્તાન, ઈન્ડિયા જેવા નામ આપ્યાં. પરંતુ આ બધામાં સૌથી લોકપ્રિય 'ભારત' શબ્દ રહ્યો. વિવિધ સુત્રોથી જાણવા મળે છે કે વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે સમુદ્રનાં ઉત્તરથી લઈને હિમાલયનાં દક્ષિણ સુધી ભારતની સીમાઓ આવેલી છે. વિષ્ણુ પુરાણ કહે છે કે જ્યારે ઋષભદેવે નગ્ન થઈને વન પ્રસ્થાન કર્યું ત્યારે પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને ઉત્તરાધિકાર આપ્યાં જેના લીધે આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું. 

ભારતનાં 7 રોચક નામનો ઈતિહાસ

ભારત કે ભારતવર્ષ નામ કેવી રીતે પડ્યું?
આ પ્રશ્નને લઈને અનેક દાવાઓ કરવામાં આવે છે. પૌરાણિક યુગની માન્યતાઓ અનુસાર ભરત નામનાં અનેક લોકો થઈ ગયાં છે જેમના નામ પર ભારત નામ રાખવામાં આવ્યું. ભરત એક ચક્રવર્તી સમ્રાટ હતાં જેમને ચારેય દિશાઓની ભૂમિનાં સ્વામી કહેવામાં આવતાં હતાં. એક દાવો એવો પણ છે કે સમ્રાટ ભરતનાં નામ પર જ દેશનું નામ ભારતવર્ષ રાખવામાં આવ્યું છે. સંસ્કૃતમાં વર્ષ શબ્દનો અર્થ વિસ્તાર પણ થાય છે.

શ્રીરામનાં ભાઈનું નામ પણ ભરત હતું
સૌથી પ્રચલિત માન્યતાઓ અનુસાર દશરથપુત્ર પ્રભુ શ્રીરામનાં ભાઈ ભરતનાં નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. શ્રીરામચરિતમાનસ અનુસાર ભરતે ભગવાન રામનાં વનવાસ જવા પર તેમની પાદુકાને સિંહાસન પર રાખીને રાજકાજ સંભાળ્યું હતું પરંતુ ક્યારેય પોતે રાજા નહોતા બન્યાં.તેમના ત્યાગ અને પ્રેમે તેમને મહાન રાજા બનાવ્યાં. તેમના નામ પરથી દેશનું નામકરણ થયું. 

INDIA નામ કઈ રીતે પડ્યું?
અંગ્રેજ જ્યારે આપણાં દેશમાં આવ્યાં ત્યારે તેમણે સિંધુ ઘાટીને ઈંડસ વેલી કહ્યું અને એ જ આધાર પર દેશનું નામ India કરી દીધું. એવું પણ માનવામાં આવે છે કે અંગ્રેજોને ભારત કે હિંદુસ્તાન બોલવામાં મુશ્કેલી પડતી હતી અને ઈન્ડિયા બોલવું સરળ હતું તેથી તેઓ ભારતને ઈન્ડિયા કહેવા લાગ્યાં.

હિંદુસ્તાન
માન્યતાઓ અનુસાર મધ્યયુગમાં જ્યારે તુર્ક અને ઈરાનીઓ અહીં આવ્યાં તો તેમણે સિંધુ ઘાટીથી પ્રવેશ કર્યો. તે લોકો 'સ' શબ્દનો ઉચ્ચાર 'હ' કરતાં હતાં. આ રીતે સિંધુનો અપભ્રંશ હિંદૂ થયો. જેના લીધે હિન્દુસ્તાન નામ થયું.

જમ્બૂદ્વીપ
કહેવામાં આવે છે કે જંબૂ ઝાડનાં કારણે જમ્બૂદ્વીપનું નામ મળ્યું. વિષ્ણુ પુરાણનાં અધ્યાય 2માં જમ્બૂ વૃક્ષનાં ફળો હાથીઓ જેટલા મોટાં કહેવાયા છે અને જ્યારે તે સડી જતાં અને પહાડોની ચોટી પર પડતાં ત્યારે તેમાંથી વહેતા રસની એક નદી બની જતી હતી. તેના પરથી દેશનું નામ જમ્બૂદ્વીપ કહેવાતું.

British Indian Empire from Imperial Gazetteer of India, Source: WikiPedia

આર્યાવર્ત
કહેવાય છે કે આર્ય ભારતનાં મૂળ રહેવાસીઓ હતાં. તેઓ સમુદ્રી રસ્તાઓથી ભારત પહોંચ્યાં હતાં અને આર્યો દ્વારા આ દેશને વસાવવામાં આવ્યું હતું તેથી દેશને આર્યાવર્ત કહેવાયું.

હિમવર્ષ 
હિમાયલ પરથી ભારતને પહેલાં હિમવર્ષ કહેવાતું. વાયુ પુરાણમાં ઉલ્લેખ છે કે ઘણાં સમય પહેલાં ભારતવર્ષનું નામ હિમવર્ષ હતું.

ઈન્ડિયા શબ્દ હટાવવાની માંગ
ભારતનાં બંધારણની કલમ 1માં ભારતની પરિભાષામાં ' ઈન્ડિયા અર્થાત ભારત' શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાંથી સરકાર ઈન્ડિયા શબ્દને કાઢીને માત્ર ભારત શબ્દ રાખવા પર વિચાર કરી રહી છે. વર્ષ 2020માં પણ આ પ્રકારની કવાયત શરૂ થઈ હતી. બંધારણથી ઈન્ડિયા શબ્દને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી કે ઈન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે અને તેથી જ તેની જગ્યાએ ભારત કે હિંદુસ્તાન શબ્દનો પ્રયોગ થવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ