બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / India cuts base import prices of crude palm oil, gold

સોંઘવારી / સોના-ચાંદી અને ખાદ્ય તેલની મોંઘવારી ઘટાડતું સરકારનું મોટું પગલું, બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કર્યો ઘટાડો

Hiralal

Last Updated: 04:16 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, સોયા ઓઇલ, સોના અને ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરતા આગામી દિવસમાં તેના ભાવમાં ઘટાડો થશે.

  • આગામી સમયમાં સોના-ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટશે
  • સરકારે પામ ઓઇલ, સોના અને ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ઘટાડી
  • જોકે ક્રૂડ પામોલિનના ભાવાં કર્યો વધારો 

કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, સોયા ઓઇલ, સોના અને ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. આ અંગે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, નવી કિંમતો આજથી એટલે કે ગુરુવારથી અમલમાં આવી ગઈ છે. બીજી તરફ સરકારે ક્રૂડ પામોલિન સહિત અન્ય પામોલિન અને બ્રાસક્રેપ્સના ભાવમાં વધારો કર્યો છે. સરકાર દર 15 દિવસે તેલ, સોના અને ચાંદીની બેઝ પ્રાઈઝના ભાવમાં ફેરફાર કરે છે. બેઝ પ્રાઈસના આધારે આયાતકાર આયાત પર કેટલો ટેક્સ ભરશે તે નક્કી થાય છે.

બેઝ પ્રાઇસમાં ઘટાડાથી સામાન્ય લોકોને ફાયદો થશે
ભારત ખાદ્યતેલોનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે.  સરકારે ગયા મહિને 20 લાખ ટન સોયા તેલની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. સોના-ચાંદીને બાદ કરતાં બાકીની તમામ કોમોડિટીની બેઝ પ્રાઇઝ ડોલર પ્રતિ ટનમાં નક્કી કરવામાં આવે છે. સોનાના ટેરિફ 10 ગ્રામ દીઠ ડોલર અને ડોલર પ્રતિ કિલોના આધારે ચાંદીના ટેરિફના આધારે નક્કી કરવામાં આવે છે. બેઝ પ્રાઇસમાં ઘટાડાથી સામાન્ય લોકોને ફાયદો થશે.

કોમોડિટી નવી કિંમતો (ડોલરમાં)

જૂની કિંમતો (ડોલરમાં)

કાચા પામનું તેલ 1620 1625
આરબીડી પામ ઓઈલ 1757 1733
અન્ય- પામ ઓઈલ 1689 1679
કાચું સોયાબીન તેલ 1831 1866
સોનું 585 597
ચાંદી 695 721
કાચી પાલ્મોલીન 1764 1741
RBD Palmolein 1767 1744
બીજા પામોલેઈન 1766 1743
પિત્તળનો ભંગાર (તમામ ગ્રેડ) 5574 5530

ચાંદીમાં સૌથી વધુ કટ
ટકાવારીના આધાર પર નજર કરવામાં આવે તો સૌથી વધુ ઘટાડો ચાંદીની બેઝ પ્રાઈઝમાં કરવામાં આવ્યો હતો. ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે. સોનાની વાત કરીએ તો આ પીળી ધાતુની બેઝ પ્રાઈઝમાં 2 ટકાનો ઘટાડો થયો છે. સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ 597 ડોલર પ્રતિ 10 ગ્રામથી ઘટાડીને 585 ડોલર કરવામાં આવી છે. ચાંદીની બેઝ પ્રાઈઝ 721 ડોલર પ્રતિ કિલોગ્રામથી ઘટીને 695 ડોલર થઈ ગઈ છે.

કાચા પામ તેલ માટે બેઝ પ્રાઈઝમાં આ ફેરફાર
1625 ડોલરથી ઘટાડીને 1620 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. સાથે જ કાચા સોયાબીન તેલની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ 1,866 ડોલરથી ઘટાડીને 1831 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવી છે. આરબીડી પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ વધારીને 1,757 ડોલર પ્રતિ ટન કરવામાં આવી છે, જે અગાઉ 1,733 ડોલર હતી. અન્ય પામ ઓઈલની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈઝમાં ટનદીઠ 10 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં સોના ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટી જશે
બેઝ પ્રાઈસ ઘટાડાને કારણે આગામી સમયમાં સોના ચાંદી અને ખાદ્ય તેલના ભાવ ઘટી જશે. સરકાર દર 15 દિવસે બેઝ પ્રાઈસમાં વધારો કે ઘટાડો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ