બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:05 PM, 24 February 2024
ઈન્ડિયા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું હતું, હવે આ ગઠબંધનની ગાંઠ ખુલી રહી છે. આ ગઠબંઝન જળવાઈ રહે અને ભાજપ સામે મોરચો કરવાની તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ હવે ધીરે ધીરે નબળુ પડી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે 17 સીટો પર જ સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસને દિલ્હીમાં 3 સીટ જ મળી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ખજુરાહો સીટ અને આપને ગુજરાત તથા દિલ્હીમાં સીટ આપવી પડી છે.
ADVERTISEMENT
INDIA કેટલી સીટ પર લડશે?
લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધન કુલ 351 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ 192 સીટ પર એકલા હાથે લડશે. વિપક્ષે એક એવું ગઠબંધન બનાવ્યું છે, જ્યાં કેટલીક જગ્યાએ ભાજપ વિરુદ્ધ એકજૂથ થઈને લડશે અને કેટલીક જગ્યાએ એકબીજા વિરુદ્ધ ઉમેદવાર ઉતારશે.
ગઠબંધન સમીકરણ
આ ગઠબંધનમાં નવા સમીકરણ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અંતિમ તબક્કાની વાત ચાલી રહી છે. સૂત્રો અનુસાર NCP નેતા શરદ પવારની પાર્ટી, શિવસેના અને કોંગ્રેસ એકજૂથ થઈ ગયા છે. પ્રકાશ આંબેડકર બાબતે હજુ પણ ગાંઠ ખુલી નથી.
ADVERTISEMENT
TMC
કોંગ્રેસ અનુસાર પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણી બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. બંગાળમાં મમતા બેનર્જીએ તમામ સીટ પર એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કોંગ્રેસ વાતચીત ચાલી રહી હોવાનું જણાવે છે.
ગઠબંધન
દિલ્હી, ઉત્તરપ્રદેશ પછી મહારાષ્ટ્ર અને બંગાળમાં I.N.D.I.A. ગઠબંધનને જાળવી રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે. બંગાળ પહેલા મમતાદીદીએ કોંગ્રેસને ના પાડી દીધી હતી, પરંતુ હવે કોંગ્રેસ અને મમતાદીદી વચ્ચે વાત ચાલી રહી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે, હાલમાં જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ વિશે સવાલ ઊભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
કઈ સીટ પર સહમતિ થશે?
ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં ઔપચારિક જાહેરાત થઈ શકે છે. અગાઉ I.N.D.I.A. ગઠબંધનમાં સીટ વહેંચણી બાબતે કેટલાક રાજ્યોમાં સહમતિ બની ગઈ છે. જેમાં સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી 63 અને કોંગ્રેસ 17 સીટ પર ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટ પર અને આપ 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ 24 સીટ પર અને આમ આદમી પાર્ટી 2 સીટ પર ચૂંટણી લડશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.