બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS 3rd rajkot odi shubman gill and shardul thakur may rest know india predicted playing xi

ક્રિકેટ / IND vs AUS: ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયામાંથી ગિલ સહિત આ ખેલાડીઓ થઇ શકે છે OUT, કંઇક આવી હોઇ શકે છે પ્લેઇંગ 11

Arohi

Last Updated: 01:05 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS 3rd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રાજકોટમાં રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે.

 • IND vs AUSની છેલ્લી મેચ રાજકોટમાં રમાશે 
 • ભારતની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટા ફેરફાર
 • ગિલ સહિત આ ખેલાડીઓ થઇ શકે છે OUT

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાવવા જઈ રહેલી વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બર, બુધવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શરૂઆતી દિવસોમાં વનડે જીત સીરિઝ પર કબજો જમાવી ચુકી છે. 

હવે ત્રીજી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ઓપનર શુભમન ગિલ અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ત્રીજી વનડેથી બહાર થઈ શકે છે. 

ગિલ અને શાર્દુલ નહીં આવે રાજકોટ
રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટે શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને રેસ્ટ આપવાનો વિચાર કર્યો છે. રિપોર્ટ અનુસાર ગિલ અને શાર્દુલ ત્રીજી વનડે માટે ટીમની સાથે રાજકોટ નહીં આવે. પરંતુ બન્ને ગુવાહાટીમાં ટીમને જોઈન કરશે. 

વિશ્વ કપ પહેલા રમાવવા જઈ રહેલી વોર્મઅપ મેચમાં ભારત પહેલો મુકાબલો ગુવાહાટીમાં ઈંગ્લેન્ડની સામે રમશે. જોકે ટીમ વિશ્વ કપમાં પહેલી લીગ મેચ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાની સામે રમશે. 

બીજી વનડેમાં ગિલે મારી હતી સેન્ચુરી 
ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી વનડે ઈંદૌરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ગિલે શાનદાર હાફ સેન્ચુરી લગાવી હતી. ગિલે 97 બોલમાં 6 સિક્સ અને 4 છગ્ગા લગાવી 104 રનોની ઈનિંગ રમી હતી. આ ગિલના વનડે કરિયરની છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયાના સામે પહેલી સેન્ચુરી હતી. 

ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન 

 1. રોહિત શર્મા (કેપ્ટન)
 2. ઈશાન કિશન
 3. વિરાટ કોહલી
 4. શ્રેયસ અય્યર 
 5. કેએલ રાહુલ
 6. હાર્દિક પંડ્યા
 7. રવીન્દ્ર જાડેજા
 8. કુલદીપ યાદવ
 9. જસપ્રીત બુમરાહ 
 10. મોહમ્મદ સિરાજ
 11. મોહમ્મદ શમી

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS India Playing XI Shubman Gill rajkot shardul thakur સુભમન ગીલ IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ