બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / in Vapi's GIDC The administrator sentenced 4 minors to Talibani punishment if there was a suspicion of theft

કાયદો છે ખરો? / વાપીની GIDCમાં ચોરીની શંકા ગઈ તો સંચાલકે આપી તાલિબાની સજા, 4 સગીરોને અર્ઘનગ્ન કરી પટ્ટેને પટ્ટે રુચી પડ્યા

Vishnu

Last Updated: 08:26 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ માં આવેલી નિહાલ એન્જિનિયરિંગ નામની એક કંપની  કંપની સંચાલક અને તેના અન્ય સાથીઓની કરતૂત

  • વાપીમાં કંપનીના માલિકોએ લીધો કાયદો હાથમાં 
  • સગીરો સાથે આવું વર્તન કેટલું યોગ્ય ?
  • દુર્ધટના બની હોય તો કોણ જવાબદાર ?

ઔદ્યોગિક નગરી વાપીમાં એક કંપની માં  કંપની સંચાલક અને તેના સાથીઓએ મળી ચાર સગીર યુવકોને બાંધી  અર્ધનગ્ન કરી અને ઢોર માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.બનાવ ચર્ચાનું કેન્દ્ર બનતા આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કંપની સંચાલક  સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ થતા.વાપી જીઆઇડીસી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

અર્ધ નગ્ન કરી પટ્ટા વડે માર્યો માર
અદ્યોગિક નગરી વાપી માં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયો માં કેટલાક ઈસમો 4 સગીરો ને ઢોર માર મારી રહયા છે. કેટલાક શખ્સો યુવાનોને અર્ધ નગ્ન કરી તાલિબાની સજા આપી રહ્યા છે.કંપની સંચાલક અને અન્ય સાથીઓએ  માર્યા બાદ ઝડપાયેલા સગીરોને તેમના  એકબીજા સાથીઓ પાસે પણ એકબીજાને બળજબરી પૂર્વક માર મરાવ્યો  હતો.વાપી પોલીસને પણ આ વીડિયો મળતા વાપી જી આઈ ડી સી પોલીસે તાપસ શરુ કરી હતી.પોલીસ તપાસ માં બહાર આવ્યું હતું કે  વાપી જીઆઇડીસીના થર્ડ ફેસ માં આવેલી નિહાલ એન્જિનિયરિંગ નામની એક કંપની  કંપની સંચાલક અને તેના અન્ય સાથીઓ એ કંપની ની આજુબાજુ ફરતા ચાર સગીર યુવકોને કંપનીમાં લાવી અને કંપનીમાં થતી ચોરી કરવા અંગે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ કંપનીના કંપની સંચાલક અને તેના અન્ય ચાર સાથીઓ એ મળી આ સગીરોના હાથ પગ બાંધી દીધા હતા. અને ત્યારબાદ તેમને અર્ધનગ્ન કરી અને ઢોર માર માર્યો હતો.

એક સગીરના પિતાએ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી
ભોગ બનેલ સગીરો માંથી એક સગીરના પિતાએ ને કંપની માં તેમના પુત્રને માર મારવામાં આવી રહ્યો હોવાની જાણ થતાં જ. તેઓ તાત્કાલિક કંપની પર પહોંચ્યા હતા.અને પોતાના પુત્ર અને તેના સાથીઓને છોડી દેવા આજીજી કરી હતી.જોકે તેમ છતાં કંપની સંચાલકએ એક કલાકથી વધુ સમય સુધી આ ચારેય  સગીરોને અર્ધનગ્ન હાલતમાં કંપની માંજ બાંધી અને ઢોર મારમારી અને તાલીબાની સજા ફટકારી તેમને  મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાથે જ ભોગ બનેલ  એક સગીરના પિતાએ પણ આ અંગે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

નિહાલ એન્જિનિયરિંગના સંચાલક સહિત 4 ઝબ્બે
વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચતાં પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી અને વાપી જીઆઇડીસીની નિહાલ એન્જિનિયરિંગ નામની કંપનીના સંચાલક અને આ સગીરોને ઢોર માર મારવાની ઘટનામાં સામેલ અન્ય આરોપીઓ મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. 

કયા કયા આરોપીઓ ઝડપાયા?

  • દેવાંગ બળવંત રાય 
  • જય બળવંત રાય
  • ડેની લલ્લુભાઇ ભંડારી
  • મહેરા રાજેન્દ્ર ગુપ્તા 

પોલીસે ઘટના અંગે શું કહ્યું?
કંપનીમાં ભંગાર ચોરીની આશંકાએ કંપની સંચાલક એ કંપનીમાં ચોરી થઇ હોવાની આશંકાએ અંગે સંચાલકોએ પોલીસને જાણ કરવાની બદલે પોતેજ  કાયદો હાથમાં લઇ અને સગીરોને તાલીબાની સજા કર સજા ફટકારી અને આવી રીતે અર્ધનગ્ન કરી અને ઢોર માર માર્યો હતો. આથી  પોલીસે ગંભીરતાથી લઇ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વાપી પોલીસે પણ અપીલ કરી છે કે કોઈ પણ સમસ્યા ઉભી થાય તો કાયદો જાતે જ હાથ માં ન લેતા પોલીસ સમક્ષ ફરિયાદ કરવી નહીંતર કાયદાનો ફંદો  કોઈ ને પણ નહિ છોડે.

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • આ રીતે કાયદો હાથમાં લેવો કેટલો યોગ્ય ?
  • તાલિબાની સજા કેટલી યોગ્ય ? 
  • સામાન્ય પરિવારના સગીરો સાથે આવું વર્તન કેટલું યોગ્ય ?
  • સગીરો સાથે  દુર્ઘટના બની હોય તો કોણ જવાબદાર ?
  • સગીરોના પરિવારને ન્યાય મળશે ? 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ