બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the next 24 hours it will rain in many areas of Gujarat, see the average percentage of rainfall in the season

વરસાદી માહોલ / આગામી 24 કલાક ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ભીંજવશે, જુઓ સીઝનમાં સરેરાશ કેટલાં ટકા વરસાદ નોંધાયો

Malay

Last Updated: 02:50 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ગયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

  • હવામાન વિભાગની વરસાદની આગાહી
  • આગામી 5 દિવસ પડશે હળવો વરસાદ
  • હાલ વરસાદી માહોલને કારણે ઠંડકનો અનુભવ

ગુજરાતમાં વરસાદની આગાહીઃ ચાલુ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. મહાપરિશ્રમે ખેતરમાં કરાયેલા ઊભા પાક સામે સુકાઈ જવાનું સંકટ ઊભું થયું છે, જોકે કુદરતની મહેર થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુરઝાતી જતી ખેતીને નવજીવન મળી રહ્યું છે, જોકે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે. 

મેઘરાજા મેળાની મોજ બગાડશે! ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદના સંકેત, જાણો  હવામાન વિભાગની નવી આગાહી | Meteorological department forecast for rain in  Gujarat 18-08-2022

હવામાન વિભાગે કરી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે.

ઓગસ્ટમાં પડ્યો ઓછો વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં નર્મદા, ખેડા, વડોદરામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે 159 mm વરસાદ થવો જોઈએ, જ્યારે તેના બદલે માત્ર 17 mm જ વરસાદ પડ્યો છે. 21 ઓગસ્ટમાં સુધીમાં સરેરાશ વરસાદની સરખામણીએ 89% ઓછો વરસાદ રહ્યો છે. ઓગસ્ટમાં એક પણ મજબૂત સિસ્ટમ ન બનતા વરસાદ ઓછો પડ્યો છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22, 23 અને 24 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. 24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.  તેઓએ જણાવ્યું કે, 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. લોપ્રેશન બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની સંભાવના
અંબાલાલ પટેલે કહ્યું કે, આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવઝોડાની સંભાવના છે. વાવાઝોડાના પરિણામે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

24 કલાકમાં 115 તાલુકામાં નોંધાયો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવાર સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના વિરામ બાદ તે પડવાનું મુખ્ય કારણ લો પ્રેશર એરિયા છે. ઉત્તર મધ્યપ્રદેશના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો હોઈ ભેજ ઊભો થયો છે અને વાદળ બંધાયાં હોઈ વરસાદ પડી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન કંટ્રોલરૂમનાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં ઝરમર વરસાદથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 

ફતેપુરામાં પોણા બે ઈંચ વરસાદ
દાહોદના ફતેપુરામાં સૌથી વધુ પોણા બે ઇંચ, સુરત શહેરમાં અને મહીસાગરના સંતરામપુરમાં દોઢ ઇંચ તેમજ ડાંગના વઘઈ, છોટાઉદેપુરના બોડેલી, વલસાડના કપરાડા, સુરતના કામરેજ, દાહોદના ઝાલોદ અને મહીસાગરના વીરપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ