બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Imran khan said providing extension to Bajwa was my biggest mistake

વિશ્વ / ઈમરાન ખાને ફોડ્યો 'બાજવા' બોમ્બ, જિંદગીની મોટી ભૂલ હવે સમજાઈ, કાશ્મીર મુદ્દે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 05:30 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાક યુદ્ધનાં મામલે ઈમરાન ખાને કહ્યું કે, 'બાજવાને એક્સટેન્શન આપવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.'

  • ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં કર્યાં મોટા ખુલાસા
  • કહ્યું મેં તેમને છેતર્યો નથી, તેમણે જ બીજા પક્ષમાં જવાનો નિર્ણય લીધો...
  • ભારત-પાકિસ્તાનનાં સંબંધો પર પણ બોલ્યાં ઈમરાન

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રીએ હાલમાં એટલાંટિક કાઉંસિલની સાથે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બજવા વારંવાર કહેતાં કે પાકિસ્તાની સેના હજુ ભારત સાથે યુદ્ધ લડવા તૈયાર નથી. ઈમરાન ખાને ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો કે ભારતની સાથે શાંતિનો એક રસ્તો હતો અને પાકિસ્તાનનાં પૂર્વ સેના પ્રમુખ પદ પર જ્યારે તેઓ હતાં ત્યારે  તેઓ પણ આ વાતનાં સમર્થનમાં હતાં.

સેનાની સાથે પોતાના સંબંધો પર વાત કરી
રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને કહ્યું કે ભારતની સાથે વ્યાપારિક સંબંધ સુધારવું એ PM મોદીની પાકિસ્તાનની સંભવિત યાત્રાથી પહેલા ઊઠાવવાનાં પગલાઓમાંનું એક હતું. જો કે 5 ઑગસ્ટ 2019માં જ્યારે ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરનાં વિશેષ રાજ્યનો દરજ્જો પૂર્ણ કર્યો ત્યારે ઈમરાન ખાન સરકારે વેપારને સંપૂર્ણપણે બંધ કરી દીધો. સેનાની સાથે પોતાના સંબંધો પર વાત કરતાં તેમણે કહ્યું કે મને સેનાની સાથે મળીને કામ કરવું હતું અને શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પણ ખરું પરંતુ મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે મેં બાજવાને એક્સટેન્શન આપી દીધું. તે મારાં જીવનની સૌથી મોટી ભૂલ હતી.

બાજવાને એક્સટેન્શન આપવું એ મારી ભૂલ હતી-ઈમરાન ખાન
પૂર્વ PM ઈમરાન ખાને કહ્યું કે એક્સટેન્શન આપ્યાં બાદ જનરલ બાજવા એકદમ અલગ હતાં. હું કાયદાથી શાસન ઈચ્છતો હતો અને મેં અનુભવ્યું કે જ્યારથી બાજવાનાં નિયંત્રણમાં NAB આવ્યું હતું ત્યારથી જ્યાં સુધી બાજવા ન ઈચ્છે ત્યાં સુધી કંઈ નહોતો કરી શકતો. હું પાવરફુલ લોકોને કાયદાનાં શાસન હેઠળ ન લાવી શક્યો કારણકે બાજવા પહેલાથી જ સોદાબાજી કરતાં હતાં.આ સિવાય ઈમરાન ખાને ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અમે 2 વર્ષ કોરોનામાં વ્યતિત કર્યાં અને સમગ્ર દુનિયા આ સમસ્યાથી પીડાઈ રહી હતી. અમે છેલ્લાં 17 વર્ષોમાં સૌથી સારું આર્થિક પ્રદર્શન કર્યું. પરંતુ મોકો મળતાં જ જનરલ બાજવાએ પક્ષ બદલવાનો નિર્ણય લીધો. મેં તેમને છેતર્યો નથી. તેમણે જ બીજા પક્ષમાં જવાનો નિર્ણય લીધો.

ભારત સાથેનાં સંબંધો પર બોલ્યાં ઈમરાન
ભારત સાથેનાં સંબંધો પણ તેમણે કહ્યું કે'હું યુદ્ધ અને હથિયારોનાં ઉપયોગનાં વિરોધમાં છું પરંતુ 5 ઓગસ્ટ 2019માં ભારતે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યો તેવામાં તમે  પાકિસ્તાન પાસે શું આશા રાખો છો? જો કે આ મુદા પહેલાં મેં સંબંધો સુધારવાનાં પ્રયાસ કર્યાં હતાં. મારું પહેલું નિવેદન જ એ હતું કે તમે અમારી તરફ એક પગલું ભરશો અને અમે તમારી તરફ 2 પગલાં ભરશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ