બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / IMD warns Heavy storm will accompany rain; Weather department warns of heavy weather in these states for the next 3 days

ચેતવણી / આકરા તાપ વચ્ચે વરસાદ અને તોફાનના એંધાણ, આ રાજયો પર મહાખતરો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Pravin Joshi

Last Updated: 11:02 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણ ભારતના સાત રાજ્યોને લઈને ચેતવણી જારી કરી છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ અને જોરદાર તોફાન આવવાના છે.

હવામાન વિભાગે પૂર્વ અને દક્ષિણ ભારતના સાત રાજ્યોને લઈને ચેતવણી જારી કરી છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ અને જોરદાર તોફાન આવવાના છે. કેટલાક રાજ્યોમાં કરા અને જોરદાર પવન પણ આવી શકે છે. IMDનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન સ્વચ્છ રહેશે. સોમવારે રાજધાની દિલ્હીમાં આકાશ મહદઅંશે સ્વચ્છ રહ્યું હતું. મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવી છે.

વરસાદ વાળ્યો નહીં વળે.! આવનારાં 7 દિવસોમાં આ રાજ્યોમાં ભૂકકા કાઢશે મેઘરાજા,  IMDનું નવું એલર્ટ I IMD Rain forecast : heavy rain chances in Tamilnadu,  Puducherry for next seven days

ઘણા રાજ્યોમાં કરા અને તોફાન

હવામાન વિભાગે સોમવારે ચેતવણી જાહેર કરી છે કે મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને તેલંગાણામાં કરા પડવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઝારખંડ, તેલંગાણા, વિદર્ભ અને છત્તીસગઢમાં આંધી અને ભારે વરસાદ થઈ શકે છે. IMDનું કહેવું છે કે 19 અને 20 માર્ચે ઓડિશામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 19 માર્ચે છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ સબ-ડિવિઝનમાં 20 માર્ચે ભારે વરસાદ થઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 54 તાલુકામાં મેઘરાજાએ બોલાવી રમઝટ, હજુ આગામી 4  દિવસ ભારે/ Weather Update IMD forecast Gujarat Rain Rain Forecast

18-20 માર્ચે તોફાન અને વીજળી પડી શકે

તેલંગાણામાં 18 અને 19 માર્ચે કરા પડવાની સંભાવના છે. રાજ્યમાં 18-20 માર્ચે તોફાન અને વીજળી પડી શકે છે. 18 થી 21 માર્ચ સુધી કોસ્ટલ આંધ્રપ્રદેશ અને યાનમમાં કરા પડવાની સંભાવના છે. મરાઠવાડામાં 18 અને 19 માર્ચે ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ અને 18-19 માર્ચે કરા પડી શકે છે.

હજુ ચોમાસું BYE BYE નહીં કહે, ફરી હવામાન વિભાગે કરી તોફાનીઆગાહી, આ  રાજ્યોમાં પડશે અતિભારે વરસાદ / IMD Rain Forecast: Rain will not end now,  storm will continue for next several days,

વધુ વાંચો : કંઈ કમાણી ન હોય તો પણ પત્નીને આપવું પડશે ભરણપોષણ- હાઈકોર્ટનો મોટો ચુકાદો

આ સિવાય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 18 થી 21 માર્ચ દરમિયાન ગાજવીજ, વીજળી અને જોરદાર પવન તેમજ 18 માર્ચે કરા અને વાવાઝોડાની શક્યતા છે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ