બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you also have such a habits be careful it will have a bad effect on mental health

ચેતજો / જો તમને પણ આવી ટેવ છે તો ધ્યાન રાખજો, મેન્ટલ હેલ્થ પર થશે ખરાબ અસર

Vishal Dave

Last Updated: 05:14 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી રોજબરોજની કેટલીક આદતો એવી છે જે સીધી માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે ચાલો જાણીએ એ આદતો વિશે જે ધીમે ધીમે માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર કરી રહી છે.

સ્વસ્થ શરીર માટે શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્વનું છે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. માનસિક સ્વાસ્થ્ય ફક્ત મૂડ સાથે સંકળાયેલું નથી પરંતુ તે આખા શરીર સાથે જોડાયેલું છે. શું તમે જાણો છો કે આજકાલ લોકો ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. આ જાણીને નવાઈ લાગશે પરંતુ માનસિક સંતુલન બગડવા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આપણી કેટલીક આદતો આપણા માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. જેનું પરિણામ શરીરને ભોગવવું પડે છે. ચાલો જાણીએ એવી કઈ આદતો છે જે ધીમે ધીમે માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરે છે.

વધારે પડતું સ્ટ્રેસ લેવું
આજકાલની ભાગદોડવાળી જીંદગીમાં વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવાનાં ચક્કરમાં લોકો નાની-નાની વાતોમાં સ્ટ્રેસ લે છે. આ કારણે જ લોકો ડિપ્રેશનમાં જાય છે જે માનસિક સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન કરે છે.

પોતાના માટે સમય ન કાઢવો
આ વાંચીને નવાઈ લાગશે પણ પોતની જાતને સમય આપવો જરૂરી છે. આજના સમયમાં લોકો પોતાને સમય આપતા જ નથી. કામમાંથી થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નવી સારી આદતો પનાવવી, બગીચામાં ચાલવું અને મેડિટેશન કરવું વગેરે. આમ કરવાથી મન શાંત રહેશે અને સારું પણ લાગશે.

હેલ્ધી ડાયટ ન લેવું
આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેની અસર શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને થાય છે. આજકાલ લોકો બહારનું ખાવાનું અને જંક ફૂડનું વધુ સેવન કરે છે. જેનાથી વજન તો વધે જ છે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ અસર કરે છે. તેથી આપણે આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે માનસિક સ્વાસ્થ્ય માટે સારી હોય. જેમાં લીલા શાકભાજી, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફળો વગેરે.

આ પણ વાંચોઃ તમને પણ રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી? અપનાવો 5 રીત સવારે ઉઠતાની સાથે જ થઈ જશો ફ્રેશ

અપૂરતી ઊંઘ

અધૂરી ઊંઘનાં કારણે માનસિક શાંતિ બગડે છે. આજકાલ લોકો મોડી રાત સુધી મોબાઈલ પર સ્ક્રોલ કરતા રહે છે, જેના કારણે લોકોને માથાનો દુખાવો થવાની સમસ્યા થાય છે. આવું કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે, તેથી હંમેશા સંપૂર્ણ ઊંઘ લેવી. 

કસરત ન કરવી 
વ્યાયામ ન કરવાથી માનસિક સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે. જ્યારે કસરત કરીએ ત્યારે શરીર આપણા મૂડને સારૂ રાખે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેથી, દિનચર્યામાં કસરતનો સમાવેશ કરવો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ