બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Steps To Get Better Sleep tips for better sleep 5 ways to improve your sleep

હેલ્થ ટિપ્સ / તમને પણ રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી? અપનાવો 5 રીત સવારે ઉઠતાની સાથે જ થઈ જશો ફ્રેશ

Arohi

Last Updated: 03:38 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Steps To Get Better Sleep: ઘણા લોકો રાત્રે સારી રીતે સુઈ નથી શકતા. તેનું કારણ જાણવા મળી જાય તો તમે પુરતી ઊંઘ લઈ શકો છો. જાણે સારી ઊંઘ લાવવા માટે શું કરી શકાય.

ઘણા કારણોથી રાત્રે સારી ઊંઘ નથી આવી શકતી. કામનું સ્ટ્રેસ, પરિવારની જવાબદારીઓ, મોબાઈલ-ટીવીનો વધારે ઉપયોગ અને ઘણી બીમારીઓ પણ ઊંઘને પ્રભાવિત કરી શકે છે. બની શકે છે કે તમે તે કારણોને કંટ્રોલ ન કરી શકો જે તમારી ઊંઘમાં અવરોધ લાવે છે પરંતુ તમે અમુક એવી આદતો જરૂર અપનાવી શકો છો જે ઊંઘને કંટ્રોલ કરી શકે છે. 

સ્વચ્છ બેડ 
એક રિપોર્ટ અનુસાર જે લોકો દરરોજ પોતાનો બેડ સાફ કરે છે તેમને સારી ઊંઘ આવવાની સંભાવના 19 ટકા સુધી વધી જાય છે. ત્યાં જ અમેરિકામાં સેંટ લોરેંસ યુનિવર્સિટીના રિસર્ચર્સે જાણ્યું કે ગંદા રૂમમાં સુવાથી એન્ઝાઈટી વધે છે. 

સ્વચ્છ ચાદર 
જ્યારે તમારા બેડની વાત કરીએ તો તમારે ઓછામાં ઓછુ દર અઠવાડિયે તકિયા અને ચાદરના કવરને ધોવા જોઈએ. જોકે જો તમને અસ્થમા, એક્ઝિમા કે ધૂળ-માટીથી એલર્જી છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. તેનાથી ઊંઘ સારી આવે છે. 

મોબાઈલનો ઉપયોગ ન કરો 
રિસર્ચ જણાવે છે કે સુતા પહેલા બ્લૂ લાઈટના સંપર્કમાં આવવાથી તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે. માટે સુવાના એકથી ડોઢ કલાક પહેલા મોબાઈલ, લેપટોપથી દૂર રહો. 

દિવસે ઓછુ સુવો 
દિવસમાં લાંબી ઝપકી રાત્રની ઊંઘને ડિસ્ટર્બ કરે છે માટે જો દિવસમાં આળસ કે ઊંઘ આવે તો એક કલાકથી વધારે ન સુવો જોકે જો તમે રાત્રે કામ કરો છો તો તમારે પોતાની ઊંઘ પુરી કરવા માટે દિવસે સુવુ જરૂરી છે. 

વધુ વાંચો: આંખે ઓછું દેખાય છે? તો આજથી જ આ ચીજ ખાવાનું શરૂ કરો, રોશની તેજ થશે

ફિઝિકલ એક્ટિવિટી વધારો 
રોજ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી સારી ઊંઘ આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે સુતા પહેલા હેલી એક્ટિવિટી કરવાથી બચો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ