બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If this symptom appears in the body, understand that you have a thyroid problem

હેલ્થ એલર્ટ! / વાળ ખરવા, હંમેશા ઉદાસ રહેવું...: થાઈરૉઈડ હોય તો શરીરમાં દેખાવવા લાગે છે આ સાત લક્ષણ, ક્યારેય ન કરવા જોઈએ ઈગનોર

Pooja Khunti

Last Updated: 11:51 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thyroid Symptoms: શરીરમાં આ લક્ષણ દેખાય તો સમજવું કે તમને થાઇરોઇડની સમસ્યા છે. ઘણી વાર લોકો તેને નજરઅંદાજ કરી દેતા હોય છે. આ લક્ષણો ઓળખી તેનાથી રાહત મેળવી શકો.

  • ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી 
  • અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા 
  • હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા

થાઇરોઇડ સ્ત્રીઓને થતી સામાન્ય બીમારી છે. ઘણી સ્ત્રીઓને હાઇપર થાઇરોઇડ હોય છે. જેના કારણે તેમને ખુબજ પરસેવો થાય, વધુ ગરમી લાગે અને વજન ઓછું થવા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓને હાઇપો થાઇરોઇડ હોય છે. જેના કારણે તેમને ઠંડી લાગે, વજન વધવા લાગે અને હ્રદયનાં ધબકાર ધીમા થવા જેવા લક્ષણો જોવા મળે છે. આ સાથે થાઇરોઇડ થવાનાં કારણે શરીરમાં અન્ય લક્ષણો પણ જોવા મળે છે. જેને લોકો સમયસર ઓળખી શકતા નથી. 

થાઇરોઇડનાં લક્ષણો 

ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા 
થાઇરોઇડ ગ્રંથિ તમારા મગજને તેના દરેક કામને મદદ કરવા માટે હાર્મોન્સ મોકલે છે. હાઇપો થાઇરોઇડની સમસ્યા થવાનાં કારણે આ હાર્મોન્સનો પ્રવાહ ધીમો પડી જાય છે. જેના કારણે 'બ્રેઇન ફૉગ'ની સ્થિતિ ઉત્પન્ન થાય છે. જેથી તમે કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, વાત યાદ નથી રહેતી, નિર્ણય લેવામાં અને સ્પષ્ટ વિચારવામાં પણ સમસ્યા થાય છે. 

હમેશાં ઉદાસ રહેવું 
હાઇપર થાઇરોઇડમાં ચિંતા થવી સામાન્ય વાત છે. હતાશા તેના મુખ્ય લક્ષણો માંથી એક છે. જો તમને હમેશાં ચિંતા થતી હોય અથવા તમે ઉદાસ રહેતાં હોય તો તમારે સમજી લેવું કે તમને થાઇરોઇડની સમસ્યા છે. તમારા સ્વભાવમાં થયેલા પરિવર્તનનું નિરીક્ષણ કરવું જોઈએ. 

ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી 
તમને થાઇરોઇડની સમસ્યા હોય તો ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. આ સાથે ગર્ભપાત અથવા મૃત બાળકનો જન્મ થવાની સંભાવનાઓ વધી જાય છે. ઘણી વાર સમય પહેલા બાળકનો જન્મ થઈ જાય છે અથવા બાળકનો વજન ખુબજ ઓછો જણાય છે. આ કારણે સમયસર થાઇરોઇડની સારવાર કરાવવી જરૂરી છે.  

અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા 
થાઇરોઇડનું એક મોટું સંકેત છે અનિયમિત માસિક સ્ત્રાવ. આ સમયે વધુ અથવા ઓછો રક્તસ્ત્રાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ જે કિશોરીઓને થાઇરોઇડની સમસ્યા હોય તેમને પ્રથમ માસિક સ્ત્રાવ થોડું વહેલું અથવા મોડું આવી શકે છે. 

વધુ પડતા વાળ ખરવા 
દરરોજ થોડા વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો તમારા વાળ વધુ માત્રામાં ખરતા હોય તો તમને થાઇરોઇડની સમસ્યા હોઇ શકે. 

હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા 
જો તમને અચાનક હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગી હોય તો તમારે આ બાબત પર ધ્યાન આપવું જોઈએ. અન્ડરએક્ટિવ થાઇરોઇડને કારણે તમારી રક્તવાહીનીઓ ઓછી લચિલી થઈ જાય છે. જેના કારણે તમારા શરીરનાં દરેક ભાગમાં લોહીનું પહોંચવી મુશ્કેલ થઈ જાય છે. ઓવરએક્ટિવ થાઇરોઇડનાં કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.  જેના કારણે તમારા હૃદયના ધબકારા ઝડપથી વધવા લાગે છે.

અસ્પષ્ટ દ્રષ્ટિનો ભય 
થાઇરોઇડની સમસ્યાનાં કારણે આંખો નબળી થવા લાગે છે અથવા ઓછું દેખાવાં લાગે છે. થાઇરોઇડનાં કારણે આંખો નજીકની પેશીઓમાં વધારાનું પ્રવાહી એકઠું થાય છે. આ સાથે થાઇરોઇડ આંખોને નિયંત્રિત કરતી સ્નાયુઓને મોટી કરી દે છે. જેના કારણે દ્રષ્ટિ અસ્પષ્ટ થવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ