બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'I stop talking to Mahibhai..' Yuzvendra Chahal talks about IPL and his relationship with Dhoni

ક્રિકેટ / 'માહીભાઈ સામે મારી બોલતી બંધ..' યુઝવેન્દ્ર ચહલે IPL અને ધોની સાથેના એમના સંબંધો પર કરી અઢળક વાતો

Megha

Last Updated: 11:50 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે ધોની એકમાત્ર વ્યક્તિ છે, જ્યારે હું તેની સામે આવું છું ત્યારે હું બોલવાનું બંધ કરી દઉં છું.. મારો મૂડ ગમે તેટલો હોય, હું તેની સામે વધુ બોલતો નથી..હું એમને સાંભળું છું

  • હું પણ 8 વર્ષથી જવાબ શોધું છું કે RCB કેમ નથી જીતતી - યુઝવેન્દ્ર ચહલે
  • માહી ભાઈને મને કહ્યું કે 'આજ તેરા દિન નહીં હૈ, કોઈ બાત નહીં '
  • ધોની મારા ભાઈ જેવા છે. હું તેમને ગમે ત્યારે કૉલ કરી શકું

IPL માં RCBની ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશિપ છોડી દીધી અને ફાફ ડુપ્લેસીને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો પરંતુ આ પછી પણ ટીમ આરસીબીનું ભાગ્ય બદલાયું નથી અને તેઓ હજુ પણ ટાઈટલ જીતવાથી દૂર છે. આવી સ્થિતિમાં હવે ટીમ તરફથી રમી ચૂકેલા યુઝવેન્દ્ર ચહલે આ સવાલના જવાબમાં કંઈક એવું કહ્યું છે જે હેડલાઈન્સ બનાવી રહ્યું છે. એક વાતચિત દરમિયાન એમને આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની પાસે પણ આનો કોઈ સારો જવાબ નહોતો. 

હું પણ 8 વર્ષથી જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું
યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે, 'હું 8 વર્ષથી આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું, 2016માં અમારી પાસે શ્રેષ્ઠ તક હતી કારણ કે અમારી પાસે ક્રિસ ગેલ અને કેએલ રાહુલ હતા... તો પણ અમે ફાઇનલમાં હારી ગયા. 7માંથી 6 મેચ જીતી. મને દિલ્હી સામેની ક્વોલિફાયર મેચમાં મારી પહેલી પર્પલ કેપ મળી પણ માત્ર બે દિવસ માટે. સમીકરણ એ હતું કે જો અમારી ટીમ હારી ગઈ તો ટોપ 4માંથી બહાર થઈ જઈશું અને જો જીતીશું તો બીજા નમબર પર આવશું. અમે મેચ જીત્યા અને ફાઇનલમાં પહોંચ્યા, અમે ચીન્નાસ્વામીમાં રમી રહ્યા હતા પણ 8-10 રનથી અમે હારી ગયા..' 

સારું ક્રિકેટ રમ્યા પછી ટીમ હારી જાય
બીજી તરફ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એ સિઝનમાં હાર મળ્યા પછી દર વખતે ટીમમાં કેવા પ્રકારની વાતચીત થતી હતી, તો ચહલે કહ્યું કે, "હંમેશા ચર્ચા થાય છે કે આગામી સિઝનમાં અલગ રીતે શું કરી શકાય... પરંતુ, સારું ક્રિકેટ રમ્યા પછી ટીમ હારી જાય તો એ વાતનું વધુ દુઃખ નથી થતું... .પ્રયત્ન કર્યા પછી હારવું એ એક વસ્તુ છે, શરૂઆતથી જ હારવું એ બીજી વસ્તુ છે..' ચહલે કહ્યું, "જ્યારે અમે ફાઇનલમાં એન્ટ્રી ન મેળવી શકી ત્યારે અમે વાત કરીએ છીએ કે આવતા વર્ષે અમે અલગ રીતે શું કરી શકીએ..' 

રાજસ્થાન શ્રેષ્ઠ ટીમ હતી તો પણ ક્વોલિફાય ન કરી શકી 
ચહલે આગળ વાત કરતાં કહ્યું કે, "એકવાર, અમે લગાતાર 6 મેચ હારી ગયા, પરંતુ જ્યારે અમે 7મી મેચ જીત્યા ત્યારે અમે એવી રીતે ઉજવણી કરી કે જાણે અમે ટાઈટલ જીત્યું હોય.. ક્રિકેટ પણ તમને આ તસવીરો બતાવે છે. ..આ વખતે રાજસ્થાન શ્રેષ્ઠ ટીમ હતી તો પણ અમે ક્વોલિફાય ન કરી શક્યા..અમે એવી બાબતો વિશે વધુ વિચારતા નથી જે અમારા હાથમાં નથી."

'આજ તેરા દિન નહીં હૈ, કોઈ બાત નહીં '
32 વર્ષીય સ્પિનરે ધોની વિશે એક વાત શેર કરી અને કહ્યું કે તેણે સેન્ચુરિયન T20માં દક્ષિણ આફ્રિકા સામે 64 રન આપ્યા હતા. "અમે સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 મેચ રમી રહ્યા હતા.. પહેલીવાર મેં ચાર ઓવરમાં 64 રન આપી દીધા, ક્લાસેન મારી સામે સતત સ્કોર કરી રહ્યો હતો. તેથી માહી ભાઈએ મને પૂછ્યું કે શું હું? રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરીશ.. મેં કહ્યું ઓકે, પણ પછી ક્લાસને મને સિક્સ ફટકારી." ચહલે કહ્યું, "હું પાછો જઈ રહ્યો હતો જ્યારે માહી ભાઈ મારી પાસે આવ્યા અને મને કહ્યું, 'આજ તેરા દિન નહીં હૈ, કોઈ બાત નહીં '... આગળ એમને મને કહ્યું કે "મારા હાથમાં હજુ પાંચ બોલ બાકી છે મારી કોશિશ કરવી પડશે અને ખાસ એ પ્રયાસ કરો તેના પર બાઉન્ડ્રી ન લગાવવી જોઈએ, તને મદદ થાય એમન નહીં પણ એ કામ ટીમને મદદ કરશે.."

ચહલે કહ્યું ધોની મારા ભાઈ જેવા છે
 ચહલે ધોની સાથેના તેના સંબંધો પર પણ ખુલાસો કર્યો અને કહ્યું કે ધોની મારા ભાઈ જેવા છે. હું તેમને ગમે ત્યારે કૉલ કરી શકું છું. ચહલે કહ્યું, "તે એકમાત્ર વ્યક્તિ છે, જ્યારે હું તેની સામે આવું છું ત્યારે હું બોલવાનું બંધ કરી દઉં છું.. મારો મૂડ ગમે તેટલો હોય, હું તેની સામે વધુ બોલતો નથી.. હું શાંતિથી બેસીને માત્ર ત્યારે જ જવાબ આપું છું જ્યારે માહી ભાઈ કંઈક પૂછે છે.. બાકી કોઈ પણ પરિસ્થિતિમાં હું ચૂપ ન બેસી શકું.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ