બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Husband completes 12 Jyotirlinga-Chardham Yatra barefoot in memory of wife

આ પ્રેમ છે, સાહેબ / કોરોનાએ પત્નીનો સાથ છિનવ્યો, પગપાળા જ ચાર ધામ-12 જ્યોતિર્લિંગની યાત્રા કરી, ગામમાં આવ્યા તો હાથીની અંબાડી પર કરાયું સ્વાગત

Priyakant

Last Updated: 12:19 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad News: બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

  • પત્નીની યાદમાં પતિની અનોખી યાત્રા
  • 12 હજાર કિ.મી.ની પગપાળા યાત્રા
  • ઉઘાડા પગે 12 જ્યોતિર્લિંગ-ચારધામ યાત્રા પૂર્ણ કરી
  • પત્નીનું અવસાન થતા મોક્ષ માટે કરી યાત્રા

કોરોના વાયરસમાં કેટલાય લોકોએ પોતાના વ્યક્તિઓને ગુમાવ્યા હતા. જોકે હાલ માં જ એક એવો કિસ્સો સામે આવ્યો કે તેના વિશે જાણીને તમે પણ કહેશો કે, આ પ્રેમ છે સાહેબ. બલિદાન, પ્રેમ, મોહ માયાનો ત્યાગ આવી વાતોને ફિલ્મી વાતો ગણવામાં આવે છે.  આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના માટે પોતાનું સર્વસ્વ છોડી દે એવી વાત સાંભળીએ તો નવાઈ પામી જવાય. બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

શું છે સમગ્ર મામલો ? 
બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામના રણજીતભાઈ ગોલેતરે પોતાની પ્રેમીકા પત્નિના વિયોગમાં શરીર પર માત્ર એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રા કરી છે. આ તરફ યાત્રા પૂર્ણ કરી તેઓ પરત ફરતા ઢસા ગામ દ્વારા રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા-ઊંટ અને ઢોલ-નગારા, DJ સાથે ભવ્ય શોભાયાત્રા યોજી સન્માન કર્યું હતું. 

અઢી અક્ષરનો શબ્દ એટલે પ્રેમ. પ્રેમ માટે ઈતિહાસ રચાયો છે, પ્રેમ માટે કેટલાય લોકોએ બલીદાન આપ્યા છે, પ્રેમને પામવા કેટલાય લોકો સાહસ કરતા હોય છે, પ્રેમને અમર કરવા પ્રેમીઓ પોતાની પ્રેમિકાની યાદ માટે કોઈ તાજ મહેલ બનાવી પ્રેમ ને અમર કરે છે. પરંતુ ગઢડા તાલુકાના ઢસા ગામના યુવાને પોતાની પ્રેમિકા પત્નિના નિધન બાદ તેના મોક્ષ માટે શરીર પર ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચાર ધામની યાત્રા કરી છે.

ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા રણજીતભાઈ ગોલેતર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા રણજીતભાઈ ગોલેતર ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ તરફ વર્ષ 2017માં  ઢસા ગામે ખાનગી શાળામાં નોકરી કરતા જિગનાસાબેન સાથે તેમની આંખ મળી અને પ્રેમસંબંધ બંધાયો. જે બાદમાં બંનેએ પ્રેમ લગ્ન કર્યા તે પછી 2022માં ગુજરાત-દેશ સહિત દુનિયામાં કોરોના વાયરસનો કહેર હતો. આ દરમિયાન બંને પતિ-પત્નિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. 

કોરોના આવ્યો અને પત્નિનો સાથ છૂટ્યો
કોરોના વાયરસ સામેની જંગમાં રણજીતભાઈ તો જીતી ગયા, પરંતુ તેમની પત્નિ જિગનાસાબેન નિધન થયું. જે બાદમાં પત્નિના નિધનથી ભાંગી પડેલ રણજીતભાઈ નેઆધાત લાગ્યો અને તેમણે ચાર ધામ યાત્રા કરવાનો વિચાર આવ્યો. જે બાદમાં 19 એપ્રિલ 2022ના રોજ તેઓ ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રાએ નીકળી ગયા.  

1 વર્ષ અને 12 દિવસમાં પૂર્ણ કરી 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રા
રણજીતભાઈએ એક વર્ષ અને 12 દિવસે 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી હતી. જે બાદમાં તેઓ પોતાના માદરે વતન પરત ફર્યા હતા. જ્યાં તેમણે ગઢડા BAPS મંદિરે સંતોના દર્શન અને આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ પોતાના ગામ ઢસા જવા રવાના થયા હતા. આ દરમિયાન 100 જેટલી કારનો કાફલા ગઢડાથી સાથે નિકળ્યા હતા. ગઢડામા જીનનાકા, સામાકાઠે તેમજ રસ્તામાં આવતા રણીયાળા, ગુદાળા, માલપરા, પાટણા ગામોમાં ઠેર ઠેર લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. 

રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડ્યા 
રણજીતભાઈ પોતાના વતન ઢસા પહોંચતા ગામ લોકોએ રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઊંટ, DJના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સ્વાગત કર્યુ હતું,. રણજીતભાઈ ગોલેતરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને હવે સમાજ સેવા કરવાનું વિચાર્યું છે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે, રણજીતભાઈએ યાત્રામાં એક પગે તપ, કેદારનાથમાં એક મહિનો બરફ વચ્ચે રહીને શિવપુરાણનું પઠન કરેલ જેથી આ યાત્રા અલૌકિક છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ