બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Hurun India Rich List 2023: Mukesh Ambani overtakes Gautam Adani, secured first rank in the list

બિઝનેસ / અદાણીને પછાડી અંબાણી ભારતમાં સૌથી વધુ ધનવાન, હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ જાહેર, જુઓ કોના પાસે કેટલી સંપત્તિ

Vaidehi

Last Updated: 05:53 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટમાં ભારતનાં અરબોપતિઓની લિસ્ટ પબ્લિશ કરવામાં આવી છે. જેમાં મુકેશ અંબાણી પરિવારે 8,08,700 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ સાથે શીર્ષ સ્થાન મેળવ્યું છે.

  • હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટ જાહેર
  • ભારતીય અમીરોની રેન્કિંગ લિસ્ટ પબ્લિશ કરી
  • અંબાણી પરિવાર આ લિસ્ટમાં ટોપનાં સ્થાન પર

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર રિલાયંસ ઈંડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી હવે સૌથી અમીર ભારતીય છે. તેમણે ગૌતમ અદાણીને પાછળ મૂકીને શીર્ષ સ્થાન મેળવ્યું છે. હુરુન ઈન્ડિયા અને 360 વન વેલ્થ દ્વારા સંયુક્તરૂપે જાહેર કરવામાં આવેલી હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટમાં ભારતનાં અરબોપતિઓની લિસ્ટ પબ્લિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી પરિવારે 8,08,700 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ સાથે શીર્ષ સ્થાન મેળવ્યું છે.

અદાણીને હિંડનબર્ગે આપ્યો ઝટકો
રિપોર્ટ અનુસાર 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ગતવર્ષની સરખામણીમાં 2% વધી છે. તો 61 વર્ષીય ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટીને 474800 કપોડ રૂપિયા નોંધાઈ છે. હિંડનબર્ગે આ વર્ષે જાન્યુઆરીમાં અદાણી સમૂબની રિપોર્ટ જાહેર કરી હતી જેમાં સમૂહ પર કેટલાક ગંભીર આરોપો મૂકવામાં આવ્યાં હતાં. આ બાદ સમૂહનાં માર્કેટ કેપમાં ઐતિહાસિક ઘટાડો થયો હતો. સાથે જ ગૌતમ અદાણીની પ્રાઈવેટ મિલકતને પણ નુક્સાન થયું હતું.

ત્રીજું અને ચોથું સ્થાન કોનું?
ભારતીય અમીરોની લિસ્ટમાં ત્રીજું સ્થાન સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનાં પ્રમોટર પૂનાવાલા પરિવાર પાસે છે. આ પરિવારની સંપત્તિ 278500 કરોડ રૂપિયા છે જે ગતવર્ષની સરખામણીમાં 36% વધારે છે. HCLનાં 78 વર્ષીય શિવ નાદર અને પરિવારે 228900 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં 23%નો વધારો નોંધાયો છે.

હિંદુજા પરિવારની સંપત્તિ
લંડન સ્થિત ગોપીચંદ હિંદુજા અને પરિવારની સંપત્તિમાં 7%નો વધારો થયો છે. તેમની હાલમાં અંદાજિત 176500 કરોડની સંપત્તિ છે. આ લિસ્ટમાં તેમણે 5મું સ્થાન મેળવ્યું છે. SUN ફાર્માસ્યૂટિકલ ઈંડસ્ટ્રીઝનાં દિલીપ સાંઘવી 164300 રૂપિયાની સંપત્તિની સાથે છઠ્ઠા સ્થાન પર છે જે ગતવર્ષની તુલનામાં 23% વધારે છે.

BYJU લિસ્ટની બહાર
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર એડ્યુકેશન પ્લેટફોર્મ બાયજૂનાં બાયજૂ રવીંદ્રન સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે.  થોડા મહિનાઓથી કંપની પર આર્થિક સંકટ પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ