બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 01:24 PM, 30 January 2024
ADVERTISEMENT
સૂર્ય, મંગળ, શુક્ર અને બુધ ફેબ્રુઆરીમાં ચાલ બદલશે. ટૂંક સમયમાં 4 ગ્રહ ગોચર કરશે, જેથી ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ ગ્રહ અને મંગળ ગ્રહ 5 ફેબ્રુઆરીના રોજ ગોચર કરશે. શુક્ર ગ્રહ 12 ફેબ્રુઆરીના રોજ તથા સૂર્ય ગ્રહ 13 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આ 4 ગ્રહના ગોચરથી કેટલીક રાશિના જાતકોનું નસીબ ઉઘડી જશે. ગ્રહ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ધન- કરિઅરમાં બોસનો ભરપૂર સાથ પ્રાપ્ત થશે અને નવા ટાસ્ક પણ મળશે. આવક અને નાણાંકીય સ્ત્રોતમાં વધારા માટે અનેક તક મળી શકે છે. રિસર્ચ કર્યા પછી નાણાંકીય નિર્ણય લેવાથી લાભ થઈ શકે છે. ગ્લોઈંગ ત્વચા અને હેલ્ધી બોડી માટે જંક ફૂડનું સેવન ના કરવું.
ADVERTISEMENT
મેષ- આ રાશિના જાતકો માટે સૂર્ય, મંગળ, શુક્ર અને બુધની ચાલ લાભદાયી સાબિત તઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, તેમનું સપનું પૂરું થઈ શકે છે. નાણાંકીય ક્ષેત્રે મજબૂત રહેવા માટે રોકાણની સાથે સાથે બચત પર પણ ધ્યાન આપવું જોઈએ. હેલ્ધી ડાયટનું સેવન કરીને અને શરીર હાઈડ્રેટ રાખીને હેલ્ધી રહેવું.
મકર- સૂર્ય, મંગળ, શુક્ર અને બુધની ચાલથી મકર રાશિના જાતકોને લાભ થશે. બિઝનેસમાં અનેક તક મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત રહેશે, જીવનમાં અનેક ઉતાર ચડાવ આવી શકે છે. સમજી વિચારીને રોકાણ કરવાથી લાભ થશે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.