બ્રેકિંગ ન્યુઝ
VTV / Relationship / Fashion & Beauty / Home Remedies to remove love bites: tips to get rid of love bites
સામાન્ય રીતે પાર્ટનર સાથે ઇન્ટિમેટ થયા પછી ઘણી વખત ગળા કે છાતી પર લવ બાઇટના નિશાન પડી જતા હોય છે ત્યારે ઑફિસ જતાં કે ઘરના લોકો સામે જતા આ લવ બાઇટ કેવી રીતે છુપાવવા તે માટે સવાલ થઇ જાય છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે મહિલાઓ આ સમયે સ્કાફ કે ટર્ટનલનેટ શર્ટ પહેરવાનું પસંદ કરતી હોય છે જેથી આ લવ બાઇટ પર કોઇનું ધ્યાન ના પડે પરંતુ અમે એવી કેટલીક ટિપ્સ આપીશું જેની મદદથી તમે સરળતાથી લવ બાઇટને દૂર કરી શકશો..

ADVERTISEMENT
- લવ બાઇટના ડાઘ દૂર કરવા માટે સૌથી રામબાઇ ઇલાજ છે કેળાની છાલ. જ્યાં લવ બાઇટ દેખાતા હોય તે તમામ જગ્યાઓ પર કેળાની છાલ લગાવી લો. લગભગ દોઢ કલાક સુધી તેને ત્યાં જ રહેવા દો અને પછી જોશો તો લવ બાઇટનો ડાઘા ગાયબ થઇ ગયા હશે.
- ઘણી એવી વખત આ લવ બાઇટના ડાઘ એવા હોય છે જેને દૂર કરવા માટે હીટ પેક લગાવવાની જરૂર પડી જતી હોય છે. આ સમયે ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને લવ બાઇટના ડાઘા પર મૂકો આ પ્રોસેસ થોડીક વાર કરો જેનાથી તે જગ્યાએ રહેલી નસોનું બ્લડનું સર્ક્યુલેશ વધી જશે અને તેના કારણે લવ બાઇટનો ડાઘ આચ્છો થઇ જશે.
ADVERTISEMENT
- જો આ લવ બાઇટ લાલ કલરની થઈ ગયા હોય તો તેનાથી ખૂબ આસાનીથી છૂટકારો મેળવી શકાય છે. બસ આ જગ્યાએ થોડી મિનિટો સુધી સર્ક્યુલેશન મોશનમાં મસાજ કરતા રહો.. આમ કરવાથી જમા થઇ ગયેલું બ્લડનું સર્ક્યુલેશ થવા લાગશે અને ડાઘ ધીમે ધીમે દૂર થઈ જશે. જોકે આ મસાજની અસર કેટલી થશે તે તો તમારી લવ બાઇટ કેવો છે તેના પર આધાર રાખે છે.

ADVERTISEMENT
- એલોવિરા તેના એન્ટિ ઇન્ફ્લેમેટરી અને સ્મુધિંગ ગુણ માટે જાણીતું છે. પરંતુ તે ફક્ત સ્કિનને સ્મૂધ બનાવવાની સાથે સાથે ત્વચા ના કોષોને પણ નવું જીવંતદાન આપવાનું કામ કરે છે. લવ બાઇટ પર તેને લગાવવાથી ત્વચના કોષમાં નવું જોમ આવે છે અને તેના કારણે ત્વચા નવી જેવી બની જાય છે. ડાઘ આછા થઈ જાય છે. સારા પરિણામ માટે આ ઉપાય દિવસમાં 3-4 વખત કરવો.
- આ સિવાય લવ બાઇટના ડાઘા પર સર્ક્યુલર મોશનમાં બ્રશને ફેરવો. આમ કરવાથી એકદમ જ બ્લડનું સર્ક્યુલેશન વધી જશે અને ડાઘ ઓછો થઈ જશે. પરંતુ આમ કરવા જતા બહુ વધારે ભાર આપશો તો ચામડી પર તેની અસર જોવા મળશે.
ADVERTISEMENT

- પેપરમિન્ટ ફ્લેવરની ટુથપેસ્ટને આ લવ બાઇટ પર લગાવો અને સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. હવે તેને ભીના ટુવાલ વડે દૂર કરો. આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી તમારી ચામડી પર બાઇટની જગ્યાએ થોડી ઝણઝણાટી બોલશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આ તો ટૂથપેસ્ટ કામ કરી રહી છે. જોકે આ ટેક્નિક તો જ કામ આપે છે જ્યારે લવ બાઇટ ફ્રેશ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.