બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Holi is celebrated colorfully in three big Dhams of Gujarat

યાત્રાધામ / ગુજરાતના ત્રણ મોટા ધામમાં હોળીની થઈ રંગેચંગે ઉજવણી, ભક્તોએ ઓઢી કલરની ચાદર, કરો દર્શન

Ajit Jadeja

Last Updated: 07:47 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં માનવ મહેરામણ ઉમટ્યુ, દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે રંગાતા ભક્તો જોવા મળ્યા

આજે હોળી પર્વને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલા રાજ્યના ત્રણ મોટા ધામમાં શ્રદ્ધાળુની ભારે ભીડ જામી છે. યાત્રાધામ દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભાવી-ભક્તોની માનવ મહેરામણ ઉમટ્યુ છે. દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશના રંગે રંગાતા ભક્તો જોવા મળ્યા હતા. રાસની રમઝટ સાથે જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે ડાકોરના ઠાકોરના દ્વારે પણ હોળી પર્વને લઈ હજારો ભક્તોનું ઘોડાપૂર દર્શને પહોંચ્યુ હતુ. ડાકોરના રસ્તાથી લઈને મંદિરના પરિસર સુધી"જય રણછોડ, માખણ ચોર"ના નાદથી ગુંજ્યા હતા. તો યાત્રાધામ શામળાજી મંદિર રંગોત્સવના રંગે રંગાયેલુ જોવા મળ્યું હતું. અબીલ ગુલાલની છોળો સાથે ભગવાના શામળીયાને પણ રંગ લગાવવામાં આવ્યો હતો.

દ્વારકામાં ભક્તોએ રંગોની હોળી રમી

હોળી પર્વને લઇ આજે વહેલી સવારથી દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોનું ઘોડાપુર  સવારથી દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટ્યુ હતું. ભક્તોએ દર્શન  કર્યા બાદ દ્વારકાધીશ સાથે રંગોની હોળી રમી હતી. રાસની રમઝટ દ્વારકાધીશના નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે વિશાળ સંખ્યામાં ભક્તો દ્વારકા પહોચ્યા હતા. હોળીના તહેવારને લઈ દ્વારકામાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી.

 

ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

હોળીના પર્વને લઈને યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવને પગલે રસ્તાઓ પર ભક્તોનો મહાસાગર જોવા મળી રહ્યો છે.
હજારો ભક્તો ધજા સાથે ભગવાનના દર્શને આવી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. લાખો ભક્તોની ડાકોરના રસ્તા પર લાંબી કતારો જોવા મળી હતી. મંદિરે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવી હતી. ડાકોરના ઠાકોરની એક ઝલક માટે ભક્તો આતૂર બન્યા હતા.

આ પણ વાંચોઃ ઘરની દિવાર અને જમીન પર લાગ્યો છે હોળીનો કલર? તો આ ઘરેલુ નુસખાથી કરો ચકાચક
 

 

 

ભગવાન શામળિયાને સોનાના આભૂષણોનો શણગાર કરાયો

યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો ઉમટયા છે. રંગોત્સવના તહેવારની ભક્તો અબીલ-ગુલાલની છોળો ઉડાળી ઉજવણી કરી રહ્યા છે. ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો હતો. ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉજવણીમાં જોડાયા છે. આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા. હોળીના પર્વ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ સફેદ કોટનના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી શણગાર કરાયા હતા .ત્યાર બાદ ઠાકોરજીની શણગાર આરતી પૂર્વે ભગવાનને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી રંગોત્સવ ઉજવાયો હતો. જેમા હજારો ભક્તો જોડાયા હતા. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં હોળી અને રંગોત્સવનું વિશેષ મહત્વ હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ રંગોત્સવની ઉજવણી માટે મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ