બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / અજબ ગજબ / Here the contraception was secretly fitted in the school girls, the lives of many were ruined

ક્રાઈમ / ઓહ બાપ રે ! માતા ન બને એટલે 4000 સ્કૂલ ગર્લમાં ફીટ કરાયું ગર્ભનિરોધક સાધન, કિસ્સો જાણીને ચોંકી જવાશે

Hiralal

Last Updated: 08:37 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસલેન્ડ દેશ ગ્રીનલેન્ડની મહિલાઓના દાવો છે કે 1960થી 1970ની વચ્ચે સ્કૂલમાં તેમને ગર્ભાશયમાં ગર્ભનિરોધક ફીટ કરી દેવાયા હતા.

  • આઈસલેન્ડ દેશ ગ્રીનલેન્ડમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો 
  • 1960થી 1970ની વચ્ચે 4000 છોકરીઓના ગર્ભાશયમાં ફીટ કરાયું ગર્ભનિરોધક 
  • ભવિષ્યમાં સંતાનને જન્મ ન આપી શકે તે માટે ભરાયું હતું પગલું 
  • ગર્ભનિરોધકની પીડા વેઠનાર મહિલાઓ હવે આવી સામે
  • ચોંકાવનારા ખુલાસા કરતા સરકારે તપાસ પંચ નિમ્યું 

ગ્રીનલેન્ડમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ આખી દુનિયાની ઊંઘ ઉડાવી મૂકી છે. કેટલીક મહિલાઓનો એવો ખુલાસો કે તે જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેમની જાણ બહાર તેમના ગર્ભનિરોધક સાધન ફીટ કરી દેવાયું હતું જેથી કરીને તે માતા ન બની શકે અને આવી રીતે વસતી વધારો કાબુમાં આવી શકે. 

70 મહિલાઓએ વ્યક્ત કર્યો કડવો અનુભવ 
નાની વયમાં ગર્ભનિરોધકની પીડા વેઠનાર કેટલીક મહિલાઓ હવે સામે આવી છે અને તેમણે તે વખતના ચોંકાવનારા ખુલાસો કર્યાં છે. એન્ટી-પ્રેગ્નન્સી ડિવાઇસનો શિકાર બનેલી મહિલા નાજા લિબર્થે પોતાના દર્દનું વર્ણન કર્યું છે. 60 વર્ષીય નાજાએ જણાવ્યું હતું કે, 1970માં જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે નિયમિત સ્કૂલની મેડિકલ તપાસના બહાને તેની અંદર આઇયુડી ડિવાઇસ ફીટ કરવામાં આવ્યું હતું. ગ્રીનલેન્ડ શહેરમાં રહેતી નાજા કહે છે કે, તે સમયે તે શું હતું તેનો તેને કોઈ ખ્યાલ નહોતો, ન તો તેને સમજાવવામાં આવી હતી કે ન તો તેની પરવાનગી લેવામાં આવી હતી. નાજાએ વધુમાં જણાવ્યું હતું કે, તે ખૂબ જ ડરી ગઇ હતી, જેના કારણે તેણે પોતાના પરિવારને કંઇ કહ્યું નહોતું. નાજાએ કહ્યું કે જ્યારે આઈયુડી કોઈલ લગાવવામાં આવી હતી ત્યારે તે કુંવારી હતી અને તેણે ક્યારેય કોઈ છોકરાને ચુંબન પણ કર્યું ન હતું. ગ્રીનલેન્ડ શહેરમાં રહેતી નાજા કહે છે કે, તે સમયે તે શું હતું તેનો તેને કોઈ ખ્યાલ નહોતો, ન તો તેને સમજાવવામાં આવી હતી કે ન તો તેની પરવાનગી લેવામાં આવી હતી. નાજાએ વધુમાં જણાવ્યું હતું કે, તે ખૂબ જ ડરી ગઇ હતી, જેના કારણે તેણે પોતાના પરિવારને કંઇ કહ્યું નહોતું. નાજાએ કહ્યું કે જ્યારે આઈયુડી કોઈલ લગાવવામાં આવી હતી ત્યારે તે કુંવારી હતી અને તેણે ક્યારેય કોઈ છોકરાને ચુંબન પણ કર્યું ન હતું. નાજાએ કહ્યું કે આ કામ માટે માત્ર તેની પરવાનગી જ નહીં પરંતુ તેના પરિવારની સંમતિ પણ લેવામાં આવી નથી. સ્કૂલમાં બધું જ એક સામાન્ય મેડિકલ પ્રોસેસની જેમ બની રહ્યું હતું કે નાજાના એક ક્લાસમેટને પણ હોસ્પિટલ મોકલવામાં આવ્યો, બાદમાં તે પણ કંઇ બોલી નહીં. "અમારી સાથે એટલું બધું વિચિત્ર હતું કે કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતું ન હતું.

12 વર્ષનની કેટરીનમાં પણ ફીટ કરાયું હતું ગર્ભનિરોધક સાધન 
કેટરીન નામની બીજી એક પીડિતાએ કહ્યું કે હું જ્યારે 12 વર્ષની હતી ત્યારે મારા ગર્ભાશયમાં ગર્ભનિરોધક સાધન ફીટ કરી દેવાયું હતું. લગભગ 20 વર્ષ સુધી આ ગર્ભનિરોધક સાધનની પીડા મારે વેઠવાનો વારો આવ્યો હતો. આખરે એક ઓપરેશન દ્વારા મેં આ સાધન કઢાવી નાખ્યું હતું. તેણે એવું પણ કહ્યું કે આને કારણે હું મા બનવાનું સુખ ગુમાવી ચૂકી છે અને મને હવે કદી સંતાન નહીં થાય.  

1966થી 1970ની વચ્ચે સાડા ચાર હજાર મહિલાઓમાં ગર્ભનિરોધક સાધન ફીટ કરાયું 
બીબીસીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ આ કોઇલ અભિયાનના કેટલાક રેકોર્ડ પણ મળી આવ્યા હતા, જેમાં ખુલાસો થયો હતો કે 1966થી 1970ની વચ્ચે આઇયુડી ડિવાઇસના શરીરમાં લગભગ સાડા ચાર હજાર મહિલાઓ અને છોકરીઓને લગાવવામાં આવી હતી. જો કે, આ પ્રક્રિયા લગભગ 1975 સુધી ચાલુ રહી. 

ડેનમાર્ક સરકારે તપાસ માટે કમિટી નિમી 
આ ઘટના સામે આવ્યાં બાદ તેની તપાસ માટે ડેનમાર્ક સરકારે એક કમિટીની રચના કરી છે. સ્વાસ્થ્ય મંત્રી Magnus Heunicke એ કહ્યું કે તપાસ કરવામાં આવશે કે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો અને ક્યારે લાગુ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે આવું દર્દ વેઠનાર ઘણી મહિલાઓને હું મળી ચૂક્યો છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ