બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / Henceforth, it will be easier for Indian students to pursue degrees in France

Good News / ખુશખબર: હવેથી આ દેશમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ડિગ્રી લેવી સરળ બનશે, શરૂ કરાશે વિશેષ સુવિધા

Priyakant

Last Updated: 03:51 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Study in France Latest News: ફ્રેન્ચ દૂતાવાસના નિવેદન અનુસાર મેક્રોને પુનરોચ્ચાર કર્યો કે, અમે 2030 સુધીમાં ફ્રાન્સમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માંગીએ છીએ

  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત 
  • ફ્રાન્સમાં તેમની પસંદગીની ડિગ્રી મેળવતા પહેલા એક વર્ષ માટે ફ્રેન્ચ શીખવા માટે વિશેષ કાર્યક્રમ
  • ફ્રેન્ચ શીખવા માટે એક વિશેષ કાર્યક્રમ 'ક્લાસિસ ઇન્ટરનેશનલ' શરૂ કરવાની જાહેરાત

Study in France : હાલ મોટા ભાગે ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચઅભ્યાસ માટે વિદેશ જઇ રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સમાં તેમની પસંદગીની ડિગ્રી મેળવતા પહેલા એક વર્ષ માટે ફ્રેન્ચ શીખવા માટે એક વિશેષ કાર્યક્રમ 'ક્લાસિસ ઇન્ટરનેશનલ' શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિશેષ કાર્યક્રમ આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ થશે.

ફ્રેન્ચ એમ્બેસીએ અહીં એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ભલે તે પહેલાથી જ ફ્રેન્ચ વિદ્યાર્થી હોય કે ભાષા શીખવાનું શરૂ કરે તે સંસ્થામાં આ વર્ષનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હવે ફ્રાન્સની કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં ફ્રેન્ચ ભાષામાં શીખવવામાં આવતા સ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશ માટે અરજી કરી શકે છે.

આ સાથે દૂતાવાસે નિવેદનમાં કહ્યું છે કે, આ પહેલ 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્થિત સંયુક્ત નિવેદનમાં પ્રતિબિંબિત થાય છે. દૂતાવાસે કહ્યું રાષ્ટ્રપતિએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ તકો ખોલવા માટે ફ્રાન્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ફ્રેન્ચ દૂતાવાસના નિવેદન અનુસાર મેક્રોને પુનરોચ્ચાર કર્યો છે કે, અમે 2030 સુધીમાં ફ્રાન્સમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરવા માંગીએ છીએ. 

વધુ વાંચો: ઉત્તરી મેક્સિકોમાં મોટી દુર્ઘટના: યાત્રિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 19ના મોત, અનેક ઘાયલ

આ રીતે મળશે તમને પ્રવેશ 
તમે આ ફ્રેન્ચ પ્રોગ્રામ્સ માટે સત્તાવાર વેબસાઇટ classesinternationales.org પર અરજી કરી શકો છો. આ માટે વિદ્યાર્થીઓ 31મી માર્ચ સુધી અરજી કરી શકે છે. માહિતી અનુસાર સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરવા માટે ફ્રેન્ચ એમ્બેસી દ્વારા શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ