બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rain was predicted in Ahmedabad for the next three hours

આગાહી / આગામી 3 કલાક અમદાવાદ માટે અતિભારે! શહેરના બોડકદેવ, SG હાઇવે સહિતના વિસ્તારોમાં તડામાર વરસાદ શરૂ

Malay

Last Updated: 03:08 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Ahmedabad: અમદાવાદના એસજી હાઈવે, ગોતા, બોડકદેવ, સેટેલાઈટ, હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે. શહેરમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • અમદાવાદમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન
  • સવારે હળવા વરસાદ બાદ બપોરે મેઘરાજાની આક્રમક બેટિંગ
  • અમદાવાદના એસજી હાઈવે પર ભારે વરસાદ 
  • પૂર્વ સાથે પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં વરસાદ

ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર-સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજ સવારથી જ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં શહેરમાં ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે સવારે હળવા વરસાદ બાદ બપોરે મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે. શહેરના સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.

ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો
એસજી હાઈવે પર સોલા, ગોતા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પડતાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે. 

સવારથી 77 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે આણંદમાં પોણા 2 ઈંચ, વાપીમાં 1.5 ઈંચ, જેતપુરમાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, બોરસદમાં 1 ઈંચ, માણાવદરમાં 1 ઈંચ, નડીયાદમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ, ખંભાળિયામાં 1 ઈંચ, સુરત શહેરમાં 1 ઈંચ, ભાણવડમાં પોણો ઈંચ, ગાંધીધામમાં પોણો ઈંચ, ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ અને પોરબંદરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ