Meteorological department forecast: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે, જે મુજબ આગામી ત્રણ દિવસ સુરત અને ભરૂચમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.
આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ
સુરત, ભરૂચમાં પડી શકે છે ભારે વરસાદ
દેશના દરેક રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. આઠ જૂને કેરળમાં મોનસૂને દસ્તક દીધા બાદ મોટા ભાગના રાજ્યમાં વરસાદ પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાઉથ વેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. જેના કારણે સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. ચોમાસું પહોંચ્યું ન હોય તેવો કોઈ વિસ્તાર બાકી નથી. બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદાની આગાહી કરવામાં આવી છે.
સુરત અને ભરુચમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગાણી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. 4 જુલાઈથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે. જ્યારે 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડશે. આગામી 4થી 7 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
આગામી 6 જુલાઈથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.
કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સારા વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો છે. સાથે જ રાજ્યમાં 19 ડેમ સંપૂર્ણ છલકાયા છે. રાજ્યમાં 29 ડેમ 70 ટકાથી વધુ ભરાયા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 25 ડેમ 50થી 70 ટકા સુધી ભરાયા છે. રાજ્યમાં 54 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે.
ક્યાં ઝોનમાં કેટલા ટકા ભરાયા ડેમ
ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા ભરાયા
મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા ભરાયા
દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા ભરાયા
સૌરાષ્ટ્રના 141 જળાશયો 47.18 ટકા ભરાયા
કચ્છના 20 જળાશયો 50.95 ટકા ભરાયા