બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Heavy rain alert 14 states snowfall 3, new calamity amid scorching heat

Weather Update / 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 3માં બરફવર્ષા, કાળઝાળ ગરમી વચ્ચે નવી આફત

Ajit Jadeja

Last Updated: 10:22 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 દિવસ દરમિયાન રાયલસીમા, કેરળ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હિટવેવની આગાહી

Weather Update 22 March: હવામાન વિભાગ દ્વારા 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 રાજ્યમાં હિમવર્ષા થઇ શકે છે. ઝારખંડના ઉત્તર ભાગમાં લો પ્રેસર સર્જાયુ છે જેની અસર મણિપુર સુધી થઇ શકે છે. જ્યારે બીજુ લો પ્રેસર મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરે ઉત્તરપૂર્વ ઝારખંડ પર સ્થિત છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 26મી સુધી વાતાવરણની આ સ્થીતી રહેશે. આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ માટે હવામાનની આગાહી

IMDએ 22થી26 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ પણ કહ્યું છે કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ તેમજ કેરળમાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. પહાડી વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. આ સિવાય દેશના જુદા જુદા હિસ્સાઓમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જે આગામી 26મી માર્ચ સુધી અસર જોવા મળશે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 26 માર્ચ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં  22 માર્ચે વરસાદ પડશે. હિમવર્ષાને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા

22 થી 24 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 22 માર્ચે પણ કરા પડવાની શક્યતા છે.  IMD એ જણાવ્યું કે ગુરુવારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ બિહારના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 9-12 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. જ્યારે ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ આસામમાં તે 7-9 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. IMDના રિપોર્ટ અનુસાર, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ વિદર્ભ, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તે 2-4 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું છે.

વધુ વાંચોઃ અમદાવાદમાં નશેડી પોલીસકર્મીએ દારુના નશામાં બાઈક પર ચઢાવી કાર, પરિવાર લોહીલુહાણ થયો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6-8 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર હરિયાણામાં તે 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. IMDએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન રાયલસીમા, કેરળ, માહે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હિટવેવની આગાહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ