બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / સુરત / Gujarat police in action just before elections: 25 thousand people in custody, most arrests in this city

કાર્યવાહી / ચૂંટણી પહેલા જ ગુજરાત પોલીસ એક્શનમાં: 25 હજાર લોકો કસ્ટડીમાં, સૌથી વધુ ધરપકડ આ શહેરમાં

Priyakant

Last Updated: 04:02 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી

  • ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 
  • સુરક્ષાને ધ્યાનમાં રાખીને મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ 
  • ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરાઇ ધરપકડ 
  • સુરતમાં 12965 લોકો અને અમદાવાદમાંથી 12315 લોકોની કરાઇ ધરપકડ 

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થવાનું છે. ચૂંટણીમાં બહુ ઓછો સમય બચ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય પોલીસ વધુ તત્પરતા સાથે સુરક્ષા વ્યવસ્થાની કામગીરીમાં લાગી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે મતદાન પહેલા જ 25 હજારથી વધુની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ધરપકડો એકલા અમદાવાદ અને સુરતમાંથી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કરેલી તમામ ધરપકડ ફોજદારી અધિનિયમ અને અસામાજિક પ્રવૃતિ અધિનિયમ હેઠળ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, અગાઉ 3 નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. મતદાનમાં કોઈ મુશ્કેલી ન આવે તે ધ્યાનમાં રાખીને પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે. સુરત શહેરમાંથી સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અહીં અત્યાર સુધીમાં 12965 લોકોની ધરપકડ કરી છે. આ સાથે અમદાવાદમાંથી 12315 લોકો અને વડોદરામાં પોલીસે 1600 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોટાભાગના આરોપીઓ પાસેથી પિસ્તોલ અને લાકડીઓ મળી આવી છે.

આ ચૂંટણીમાં 70 હજાર જવાનો ફરજ બજાવશે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં 70,000 સૈનિકો સામેલ થશે. આમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને અન્ય CAPFની 150 થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યની 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીમાં 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 51 હજારથી વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 34,000થી વધુ મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ