બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Legislative Assembly Gaucher land Illegal land Paresh Dhanani Disaster Management Fund

સરકારી આંકડા / ગૌચર જમીનને લઈ થયો મોટો ખુલાસો, ગુજરાતના 2,303 ગામમાં આ જમીન જ નથી, જાણો વિધાનસભામાં આજે શું ચર્ચાયું

Vishnu

Last Updated: 06:47 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે ધાનાણીએ કહ્યું સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા, પણ ગેરકાયદે ઝીંગા ફાર્મને સાચવ્યા કેમ?

  • ગૌચરની જમીન અંગે મહત્વનો ખુલાસો
  • રાજ્યમાં 2 હજાર 303 ગામમાં નથી ગૌચરની જમીન
  • 9 હજાર 29 ગામમાં લઘુતમ ગૌચર કરતા ઓછુ ગૌચર

આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ હતી. જેમાં પ્રથમ એક કલાકમાં પ્રશ્નોતરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન મહેસુલ વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસના પ્રશ્નો પર ચર્ચા થઈ છે. આ સિવાય  વન વિભાગ, પર્યાવરણ વિભાગ તથા સામાજિક ન્યાય વિભાગની પૂરક માંગણીઓ વિપક્ષે સરકારને મુઝવતા મુદ્દાઑની પ્રશ્નોતરી કરી હતી. આપને જણાવી દઈયે કે, બીજી માર્ચે શરૂ થયેલ વિધાનસભાનુ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે.

ગુજરાતમાં ગૌચર જમીનના આંકડા ચોંકાવનારા
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં આજે મોટો ખુલાસો થયો છે કે રાજ્યમાં 2303 ગામમાં ગૌચરની જમીન જ નથી તો તેની સામે રાજ્યના 9029 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. તેમાં પણ બનાસકાંઠામાં 1165 ગામમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછા ગૌચરની જમીનની સંખ્યા સૌથી વધુ છે. વલસાડ જિલ્લાના 250 ગામમાં ગૌચર જ નથી. ઉપરોકત વિગત કોંગ્રેસની સંકલિત માહિતી પ્રમાણે રજૂ કરવામાં આવી છે. 

રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યાઃ ધાનાણી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે જે દબાણમાં આવતા હતા. પણ રાજ્યમાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી આવતાએ એક યક્ષ પ્રશ્ન છે, સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે તે જવાબ આપે.

સરકારે શ્રી સરકાર કરેલી જમીન કેટલી?
અમદાવાદ જિલ્લા અને મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં શ્રી સરકાર થયેલી જમીનના આંકડા સામે આવ્યા છે જેમાં વર્ષ 2020માં ઘટલોડિયામાં 22361 ચો.મી જમીન, સાબરમતીના વર્ષ 2021માં 13562 ચો.મી જમીન, મણિનગરમાં વર્ષ 2020માં 6526 ચો.મી જમીન, વર્ષ 2021માં 72033 ચો.મી જમીન, દસક્રોઇમાં વર્ષ 2021માં 99816 ચો.મી જમીન, સાણંદમાં વર્ષ 2020માં 5464 ચો.મી જમીન, વર્ષ 2021 માં 951380 ચો.મી જમીન, ધોળકાના વર્ષ 2020માં 11329 ચો.મી જમીન, ધંધુકામાં વર્ષ 2021માં 233 ચો.મી જમીન, વિસનગરમાં વર્ષ 2021માં 96263 ચો.મી જમીન, ઉંઝામાં વર્ષ 2020માં 2315 ચો.મી જમીન, વર્ષ 2021માં 8705 ચો.મી જમીન, બહુચરાજીમાં વર્ષ 2020માં 6937 ચો.મી જમીન, આ તમામ જમીન ફાળવણીની શરતમાં ભંગ થતા  શ્રી સરકાર થઇ છે. MLA લાખા ભરવાડે પૂછેલા પ્રશ્નો સરકારે જવાબ રજૂ કર્યો હતો. 

રાજ્ય પાસે 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ જમા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં સરકારે આંકડા રજૂ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસેનું 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે જમા છે. સાથે જ કેન્દ્રએ ફાળવેલી રકમની માહિતી આપી રજૂ કરી છે જેમાં કેન્દ્ર સરકારે 2019-20માં 886.80 કરોડ, વર્ષ 2020-21માં 1324 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 1059.20 કરોડ તેમજ વાવાઝોડા નુકસાન સહાય બાબતે 100 કરોડ ફંડ ફાળવ્યા હતા જેમાંથી, વર્ષ 2019-20માં 2435.22 કરોડ  વર્ષ 2020-21માં 2340.16 કરોડ, વર્ષ 2021-22માં 1004.87 કરોડ ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ