બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Congress in Action Ahead of Elections: Former MLAs' meeting chaired by Shaktisinh Gohil today

મિશન 2024 / ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ એક્શનમાં: શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આજે પૂર્વ ધારાસભ્યોની બેઠક, સોંપાશે મહત્વની જવાબદારી

Malay

Last Updated: 12:16 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics News: લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત તેજ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષના પૂર્વ ધારાસભ્યોની બોલાવી બેઠક.

  • ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહત્વની બેઠક
  • શક્તિસિંહ ગોહિલે પૂર્વ ધારાસભ્યોની બોલાવી બેઠક 
  • પક્ષને મજબૂત કરવા પૂર્વ ધારાસભ્યોને સોંપાશે જવાબદારી 

Gujarat Politics News: ગુજરાત સહિત દેશભરમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાત કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદથી શક્તિસિંહ ગોહિલ સતત એક્ટિવ છે. તેમના દ્વારા લોકસભાની ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. તેઓ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવા મથી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. 

મુઠ્ઠીભર માલામાલ થાય, ગરીબ હેરાન થાય તે યોગ્ય નથી', કોંગ્રેસ પ્રદેશ  પ્રમુખની નિમણૂક બાદ શક્તિસિંહ ગોહિલનું પ્રથમ નિવેદન | Shaktisinh Gohil's  first ...
શક્તિસિંહ ગોહિલ (અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ)

પૂર્વ ધારાસભ્યોને સોંપવામાં આવશે જવાબદારી 
આજે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાનારી બેઠકમાં પૂર્વ ધારાસભ્યો પક્ષને કેવી રીતે મદદ કરી શકે તે અંગેની ચર્ચા કરાશે. સાથે જ આજની આ બેઠકમાં પક્ષને મજબૂત બનાવવા માટે પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસ પક્ષે ઓળખ આપી હોવાથી હવે પક્ષને મજબૂત કરવા પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે. 

મુકુલ વાસનીકે ત્રણ નેતાઓને સોંપી જવાબદારી
2024ની લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનીકે જવાબદારી સંભાળી લીધી છે. તેમના દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં ત્રણ AICCના નેતાઓને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  

Image

જાણો કોને ક્યાંની સોંપાઈ છે જવાબદારી?
જેમાં રામકિશન ઓઝાને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ખેડા, આણંદ, ગાંધીનગક, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની જવાબદારી સોંપવામાં આવી છે. તો બી.એમ. સંદીપને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત ઉષા નાયડુને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, સુરત અને વલસાડની જવાબદારી સોંપાઈ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ