બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Gujarat Chief Minister Bhupendra Patel welcomed the budget for the year 2024-25

ગુજરાત / 'ગરીબ, યુવા, ખેડૂત, અને નારી શક્તિ માટે વિશેષ પ્રાધાન્ય': બજેટ બાદ CM ભૂપેન્દ્ર પટેલ જુઓ શું બોલ્યા

Dinesh

Last Updated: 11:10 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2024-25ના બજેટને સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે.

  • વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને મુખ્યમંત્રીનું આવકાર્યું
  • '10 ટકાના વધારા સાથે 3 લાખ 32 હજાર કરોડની જોગવાઈઓ વાળું બજેટ રજૂ કરાયું' 
  • 'સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત'


નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાન સભાગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને આવકારતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. 5-જી ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતાં “સુપોષિત ગુજરાત મિશન” જાહેર કર્યું છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાતમાં 2047માં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ, ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે.

 “નિર્મળ ગુજરાત 2.0 અભિયાન” 
આ માટે ત્રણ નવી યોજનાઓ, “નમો લક્ષ્મી યોજના”, “નમો સરસ્વતી યોજના” અને “નમોશ્રી યોજના” જાહેર કરી છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘેર-ઘેર ગૂંજતો કરીને સ્વચ્છતા માટેના જનઆંદોલનથી સ્વચ્છ ભારતની જ પ્રતિબદ્ધતા દર્શાવી છે, તેને ગુજરાતમાં વેગ આપવા “નિર્મળ ગુજરાત 2.0 અભિયાન” માટે આ વર્ષના બજેટમાં પણ બે ગણો વધારો કર્યો છે અને રૂપિયા 2500 કરોડનું પ્રાવધાન કર્યું છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વાંચવા જેવું: ગુજરાતનાં બજેટમાં ખેડૂતો માટે માત્ર 6.67 ટકા ફાળવણી: શિક્ષણથી લઈને વિકાસ માટે જુઓ કેટલો ખર્ચ કરાશે

નાણાંમંત્રીને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રીએ શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર/વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે. તેમના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, તેની વિગતો ભૂપેન્દ્ર પટેલે આપી હતી. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકેની આગવી વિકાસ-ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટ નવું સીમાચિન્હ બનશે, એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. 38 કિલોમીટરનો આ સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું અને વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું મહેસૂલી પૂરાંતવાળું બજેટ આપવા બદલ તેમણે નાણાંમંત્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ