બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / Gujarat Budget 2023 'Budget Bag' became the center of attraction made with Khatli embroidery

ગુજરાત બજેટ 2023 / 'Budget બેગ' બની આકર્ષણનું કેન્દ્ર, સૌ પ્રથમવાર ખાટલી ભરતકામથી તૈયાર કરાઇ બજેટપોથી

Megha

Last Updated: 12:19 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરશે એવામાં આ વર્ષે ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે.

  • બજેટ પોથીમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું
  • ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી
  • ગયા વર્ષે પણ બજેટ બેગ આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરશે. એવામાં આ વખતના બજેટની બજેટ પોથીમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં પહેલી વખત ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે. 

આ વખતેની બજેટપોથીની વિશેષતા 
ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે,  કૃષિ અને પશુપાલન,  શિક્ષણ,  આરોગ્ય, પાણી  પુરવઠો,  ઉર્જા,  ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે. 

આ સાથે જ સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

આ વાત વિશે જાણકારી આપતા MLA જીતુભાઈ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'ગુજરાતની અર્થવ્યવસ્થા સાથે ગુજરાતની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ' 

ગયા વર્ષે પણ બજેટ બેગ આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું
ગયા વર્ષે પણ રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં આ લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે લાલ રંગની બેગ પર વારલી પેઇન્ટિંગ કરવામાં આવી છે. બજેટ બેગ પર વારલી પેઇન્ટિંગ એ આદિવાસી કળાની એક શૈલી છે. ગયા વર્ષે નાણામંત્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોકસ બજેટ ભાષણ માટે રાખવામા આવ્યુ હતું અને આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી હતી, સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલ છે આમ, આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાંકળવામાં આવી હતી.

 એવામાં આ વર્ષે પણ  ફરી એક વખત બજેટ પોથીમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ