બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / great coincidence birth Shri Ram Ram Navami fortunes 3 zodiac signs will shine

Ram Navami 2024 / રામ નવમી પર શ્રી રામના જન્મ જેવો 'મહાસંયોગ', આ 3 રાશિઓનું નસીબ ચમકશે

Ajit Jadeja

Last Updated: 07:39 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. જેના પ્રભાવથી કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે

Ram Navami 2024: રામ નવમીનો તહેવાર 17 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ વખતે રામ નવમી ખૂબ ખાસ છે, શ્રી રામના જન્મ જેવો સંયોગ બની રહ્યો છે જે ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. રામનવમીને લઈ દેશમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ઠેરઠેર દેશમાં રથયાત્રા દરવર્ષની જેમ નીકળશે. જેમાં મોટીસંખ્યામાં રામભક્તો જોડાશે. પરંતુ આ વખતે દેશમાં ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર પણ બની ગયું છે.આ વખતે રામનવમી ભવ્ય મંદિરની પ્રથમ રામનવમી હશે. જેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

રામ નવમી 17 એપ્રિલ 2024ના રોજ છે. ચૈત્રી નવરાત્રી પણ આ દિવસે સમાપ્ત થશે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિને પવિત્ર દિવસોમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે રામનવમી પર ખૂબ જ દુર્લભ અને વિશેષ સંયોગ બની રહ્યો છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રી રામના જન્મ સમયે આવો સંયોગ બન્યો હતો. જેના પ્રભાવથી કેટલીક રાશિઓ પર રામજીની વિશેષ કૃપા વરસશે. જાણો રામ નવમી 2024 ના શુભ સંયોગોનો લાભ કઈ રાશિઓને થશે.

રામ નવમી 2024નો શુભ સંયોગ

કર્ક લગ્ન - રામ નવમી પર ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. રામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો.

સૂર્યની શુભ સ્થિતિ - જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામલલાના જન્મ સમયે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો, આ વખતે રામ નવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે અને તે બપોરના સમયે દશમ ભાવમાં રહેશે.

ગજકેસરી યોગ - આ દિવસે ગજકેસરી યોગનો પ્રભાવ જોવા મળશે, જે શ્રી રામની કુંડળીમાં પણ હતો. જ્યારે આ યોગ થાય છે ત્યારે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે. આ વખતે રામ નવમી પર આ સંયોગોનું એકસાથે આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મેષ, કર્ક અને તુલા રાશિના લોકોને તેનાથી ફાયદો થશે.

રામ નવમી 2024 આ રાશિઓને લાભ આપશે

કર્કઃ કર્ક રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર સમૃદ્ધ સાબિત થશે. તમે પણ શ્રી રામના વિશેષ આશીર્વાદથી ધન્ય થશો. તમને નોકરીની ઘણી સારી તકો મળશે. ધંધામાં દિવસ-રાત બમણી પ્રગતિ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. આત્મવિશ્વાસ વધશે, આનાથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે.આવકના નવા સ્ત્રોત ખુલશે.

મેષ રાશિઃ શ્રી રામજીની કૃપાથી મેષ રાશિના જાતકોને રામ નવમી પર તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તમે તમારા પૂર્વજોની સંપત્તિનો પણ આનંદ માણી શકશો. પરિવારમાં ખુશીઓ રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

આ પણ વાંચોઃ રામનવમીએ અયોધ્યા જવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો આ અપીલ જાણી લેજો

તુલા - રામ નવમીનો તહેવાર તમારા માટે ખુશીઓ લઇને આવશે. વેપારમાં નવી તકો મળશે. નવા કાર્યની શરૂઆત કરવાની યોજના સફળ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી અટકેલા તમામ કામ હવે પૂર્ણ થશે. તમે કાર કે જમીન ખરીદવાનું તમારું સપનું પૂરું કરવામાં સફળ રહેશો. કાર્યસ્થળ પર તમને તમારા અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે સમર્થન કે પુષ્ટિ કરતા નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ