બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / gold jewellery Which zodiac sign people wear gold know details

ધર્મ / કઈ રાશિના લોકોએ સોનુ ન પહેરવું? આ રાશિના લોકો માટે શુભ તો કેટલીક રાશિના લાકો માટે છે અશુભ

Dhruv

Last Updated: 07:22 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે અને સોનુ પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે. તેથી લોકોના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ ભગવાનની કૃપા બની રહે છે. મેષ, કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સોનુ ખરીદવું અને પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સોનાનાં આભૂષણો સુંદરતામાં વધારો કરે છે. લોકો સોનાની ખરીદી કરે છે પરંતુ તે કેટલીક રાશિ માટે શુભ નથી. ચાલો જાણીએ સોનું કઈ રાશિના લોકો માટે શુભ છે અને કઈ રાશિ માટે અશુભ.  સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે અને સોનુ પહેરવાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે. તેથી લોકોના જીવનમાં ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ ભગવાનની કૃપા બની રહે છે.  મેષ, કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સોનુ ખરીદવું અને પહેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કઈ રાશિના લોકોએ સોનુ ન પહેરવું જોઈએ

વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ. તેમાં પણ જો આ રાશિના લોકને પેટ સંબંધિત કોઈ મુશ્કેલી હોય જેમ કે કોલેસ્ટ્રોલ, થાયરોડ તો સોનુ ન પહેરવું જોઈએ. જો તમે સ્થૂળ છો તો સોનુ ન પહેરવું જોઈએ કારણ કે સ્થૂળતાને પણ ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી સોનુ પહેરવાથી તમારી સ્થૂળતા વધી શકે છે. એકાગ્રતા વધારવા માટે હાથની આંગળીમાં સોનાની વીંટી પહેરવી જોઈએ.

સોનુ પહેરવાથી ભાગ્ય ચમકે છે

જો તમે ઈચ્છો છો કે તમારું લગ્નજીવન સુખી રહે તો તમારે ગળામાં સોનાની ચેન પહેરવી અને સંતાન પ્રાપ્તિ માટે રીંગ ફિંગરમાં સોનુ પહેરવું જોઈએ. સોનુ પહેરવાથી ભાગ્ય ચમકે છે. જુદી-જુદી આંગળીમાં સોનાની વીંટી પહેરવાનો જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ અર્થ છે. એવું માનવામાં આવે છે કે વચ્ચેની આંગળી તમારી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, તર્જની તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને નાની આંગળી તમને શ્વાસ લેવામાં મદદ કરે  છે.

વધુ વાંચો: હોળીના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું, નહીં તો થઇ શકે છે મોટું નુકશાન

જેની પણ કુંડળીમાં ગુરુ ખરાબ હોય એવા લોકોએ સોનાની વસ્તુઓથી બચવું જોઈએ. સોનાને ક્યારે કમરમાં ન પહેરવું જોઈએ કારણ કે તે પાચન તંત્રને ખરાબ કરી શકે છે. પેટ સિવાય ગર્ભાશય વગેરે જેવી સંબંધિત મુશ્કેલીઓ આવી શકે છે. જે વ્યક્તિઓ વધારે ગુસ્સો કરે છે તેવા વ્યક્તિઓએ સોનુ ન પહેરવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ