બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Give BJP-Congress 5-5 ticket Leaders of Rabari Samaj Ahmedabad

માંગણી / 'ભાજપ-કોંગ્રેસ 5-5 ટિકિટ આપે' અમદાવાદ ખાતે રબારી સમાજના સંમેલનમાં આગેવાનોએ પુરાવ્યો સૂર

Kishor

Last Updated: 10:30 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતૃત્વની માંગને લઇને અમદાવાદમાં રબારી સમાજનું સંમેલન યોજાયુ હતું.

  • વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજિક સંગઠનો દ્વારા સંમેલન 
  • રબારી સમાજ દ્વારા અમદાવાદ ખાતે યોજાયું સંમેલન
  • ભાજપ-કોંગ્રેસ પાસે 5 -5 ટિકિટ આપવા માંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ- કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજીક સંગઠનો દ્વારા સંમેલનનો દૌર જામ્યો છે ત્યારે રબારી સમાજ દ્વારા અમદાવાદ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટિકિટની માંગ કરવામાં આવી હતી.

રબારી સમાજની ૭ ટકા વસ્તિ પ્રમાણે ટીકીટ આપવા માંગ 
વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય નેતૃત્વ માટેની માંગને લઇને સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રાજ્યમાં રબારી સમાજની ૭ ટકા વસ્તિ પ્રમાણે ટીકીટ આપવા આગેવાનોએ માંગ ઉઠાવી હતી. જેમાં ઉપસ્થિત તમામ લોકો એકસૂર થયા હતા અને ભાજપ કોંગ્રેસ પાસેથી ૫-૫ ટીકીટ આપવા માંગ ઉઠાવી હતી. ઉપરાંત અમદાવાદની બેઠક પરથી પણ સમાજના નેતાને ટીકીટ આપવા રબારી સમાજે માંગણી કરી હતી.

પ્રજાપતિ સમાજે પણ ઉઠાવી માંગ
ઉલ્લેખનીય છે કે આજે જ ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજની બેઠક યોજાઇ હતી આ વેળાએ સમાજના આગેવાન નેતાઓએ પોતાના સમાજના પ્રતિનિધિને ટિકિટ મળે તેવી માગ ઉઠાવી હતી. વધુમાં ભાજપ પાસે 10 ટિકિટની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ પણ અનેક સમાજ દ્વારા પોતાના સમાજને ટિકિટ ફાળવવાની માંગ કરવામાં આવી હતી. જેથી આ વખતે ભાજપ માટે ઉમેદવારો પસંદ કરવા કપરા ચઢાણ સાબિત થાય તો નવાઇ નહિ. રાજ્યમાં ૪૨ બેઠકો પ્રજાપતિ સમાજ પ્રભાવિત અને ૩૦ બેઠકો પર સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે.  આથી ભાજપ પાસેથી ૧૦ ટીકીટોની માંગણી કરવામાં આવી છે.  આ વખતે ટીકીટ નહી આપે તો સમાજ આક્રોશ સાથે વિરોધ નોંધાવશે. તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ