બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / get a pension of 50 thousand rupees every month Deposit only 200 rupees in this government scheme know details

તમારા કામનું / દર મહિને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન! આ સરકારી સ્કીમમાં જમા કરો ફક્ત 200 રૂપિયા, જાણો ડિટેલ્સ

Arohi

Last Updated: 08:12 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પોતાના રિટાયરમેન્ટનો પ્લાન બનાવી રહ્યા છો તો સરકારી સ્કીમ નેશનલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. NPSને લૉન્ગ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે તેમાં રોકાણ કરનારને ઈનકમ ટેક્સ પર પણ છૂટ મળે છે.

  • આ પ્લાનથી રિટાયરમેન્ટ કરો સેફ 
  • જાણો સરકારની સ્કીમ NPS વિશે 
  • દરરોજ કરો ફક્ત 200 રૂપિયાનું રોકાણ 

નોકરીયાત લોકો પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે અલગ અલગ સ્કીમ્સમાં રોકાણ કરે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વૃદ્ધાવસ્થામાં તે કોઈના પર આર્થિક રીતે નિર્ભર ન રહે. માટે લોકો નોકરી વખતે પોતાની સેલેરીનો મોટો ભાગ રોકાણ કરે છે. 

સરકાર પણ ઘણા પ્રકારની સ્કીમ ચલાવે છે. જેમાં લોન્ગ ટર્મ રોકાણ કરી એક સારૂ ફંડ જમા કરી શકાય છે. સરકારની આવી જ એક સ્કીમ છે. રાષ્ટ્રીય પેન્શન યોજના. આ રિટાયરમેન્ટ ફેંડ બનાવવા માટે સૌથી વધારે પસંદ કરવામાં આવતો ઓપ્શન છે. 

સરકાર સાથે જોડાયેલી સ્કીમ 
આ સ્કીમ સીધી રીતે સરકાર સાથે જોડાયેલી છે અને આ સ્કીમમાં તમે દર મહિને 6000 રૂપિયા રોકાણ કરીને 60 વર્ષની ઉંમર બાદ 50,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. એટલે કે તમને દરરોજ 200 રૂપિયા બચાવીને આ સ્કીમમાં રોકાણ કરવાનું રહેશે. 

આ સ્કીમમાં રોકાણ કરનારને ઈનકમ ટેક્સ પર પણ છૂટ મળે છે. NPSમાં રોકાણકારને 80સી હેઠળ છૂટની સાથે જ 80સીસીડી હેઠળ બીજા 50,000 રૂપિયા સુધીની ઈનકમટેક્સમાં છૂટ પણ મળે છે. 

એન્યુટી પર નિર્ભર છે પેન્શનની રકમ 
NPSને લોન્ગ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. આ સ્કીમમાં નોકરી વખતે પૈસા જમા કરી શકાય છે જે રિટાયરમેન્ટ બાદ તમને પેન્શનના રૂપમાં મળે છે. NPSમાં જમા પૈસા રોકાણકારોને બે પ્રકારે મળે છે. પહેલું કે તમે જમા રકમના સીમિત ભાગ એક જ વખતમાં કાઢી શકો છો. 

જ્યારે બીજો ભાગ પેન્શન માટે જમા કરવાનો રહેશે. આ રકમથી એન્યૂટી ખરીદી શકાશે. એન્યુટી ખરીદવા માટે જેટલું વધારે રકમ તમે છોડશો રિટાયર થયા બાદ તમને તેનાથી વધારે પેન્શન મળશે. 

બે પ્રકારના હોય છે એકાઉન્ટ 
NPSમાં બે પ્રકારના એકાઉન્ટ ઓપન થાય છે- એનપીએસ ટિઅર-2 અને એનપીએસ ટિઅર-2. ટિઅર-1 એકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો માટે છે જેમનું પીએફ જમા નથી થતુ અને તે રિટાયરમેન્ટ બાદ ફાઈનાન્શિયલ સિક્યોરિટી ઈચ્છે છે. 

તેમાં તમે ન્યૂનતમ 500 રૂપિયા જમા કરી એકાઉન્ટ ખોલાવી શકો છો. રિટાયરમેન્ટ બાદ તમે એક વખતમાં 60 ટકા સુધી રકમ ઉપાડી શકો છો. બાકી 40 ટકા રકમથી એન્યૂટીઝ ખરીદી શકાય છે. 

કેટલી મળે છે ટેક્સ પર છૂટ? 
NPS ખાતાધારકો કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી અને કલમ 80CCD હેઠળ વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીની ઈનકમ ટેક્સ છૂટ મળે છે. પરંતુ એન્યુટીથી થતી કમાણી પર તમને ટેક્સ આપવો પડે છે.

કઈ રીતે મળશે 50 હજાર રૂપિયા પેન્શન? 
દર મહિને 50 હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે તમારે કેટલું રોકાણ કરવું પડશે એ સમજી લેઈએ. NPS કેલક્યુલેટર અનુસાર, જો કોઈ 24 વર્ષની ઉંમરમાં NPSમાં એકાઉન્ટ ખોલાવે છે અને દર મહિને 6,000 રૂપિયા રોકાણ કરવાનું શરૂ કરે છે. એટલે દરરોજ 200 રૂપિયા નું સેવિંગ કરવાનું રહશે. તે આ રીતે 60 વર્ષની ઉંમર સુધી આ સ્કીમમાં રોકાણ કરશે. એટલે કે કુલ 36 વર્ષ સુધી આ સ્કીમમાં પૈસા જમા કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ