બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Geeta Patel expressed doubts about Hardik Patel joining BJP

નિવેદન / મને તો શંકા છે કે ભાજપ હાર્દિક પટેલને લેશે કે નહીં લે...: VTV પર કોંગ્રેસ નેતાએ કર્યો મોટો દાવો

Khyati

Last Updated: 01:15 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવતા જ કોંગ્રેસના નેતાએ ઉભા કર્યા સવાલો, 'શું ખરેખર ભાજપ હાર્દિક પટેલને લેવા માંગે છે ?'

  • હાર્દિક પટેલ 2જી જૂને જોડાશે ભાજપમાં
  • કોંગ્રેસના ગીતા પટેલે શંકા કરી વ્યક્ત
  • 'ભાજપ ખરેખર હાર્દિક પટેલને લેવા માંગે છે ?'

ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઇને રાજકારણ ગરમાઇ રહ્યું છે.  જો કે નરેશ પટેલે હજી સુધી રાજકીય પ્રવેશને લઇને મગનું નામ મરી પાડ્યુ નથી. પરંતુ કોંગ્રેસનો હાથ છોડીને હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે નક્કી થઇ ગયું છે. જી, હા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. આગામી 2 જૂનના રોજ તેઓ કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ ઉપસ્થિત રહેશે. પરંતુ હાર્દિકના ભાજપમાં જોડાવાની વાતને લઇને કોંગ્રેસે શંકા સેવી છે કે શું હાર્દિકને ભાજપમાં લેશે ખરા ? 

ભાજપ ખરેખર હાર્દિક પટેલને લેવા માંગે છે કે નહી- ગીતા પટેલ, નેતા, કોંગ્રેસ

હાર્દિક ભાજપમાં જોડાશે તે વાત પર શંકા સેવનાર કોંગ્રેસના નેતા બીજુ કોઇ નહી પરંતુ ગીતાબેન પટેલ જ છે. 2015માં પાટીદાર આંદોલન વખતે હાર્દિક સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા ગીતાબેન પટેલે શંકા સેવી છે કે શું ભાજપ હાર્દિક પટેલને લેશે ખરા ? વીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં ગીતાબેન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા પછી ભાજપમાં જોડાવા 3થી4 તારીખો પડી.  મને તો શંકા એ છેકે હાર્દિક પટેલ એવી પરિસ્થિતિમાં ન મૂકાઇ જાય કે ન ઘરના રહે કે ઘાટના. ભાજપ હાર્દિકને ખરેખર લેવા માંગે છે કે નથી લેવા માંગતા ? આ પણ એક મોટો સવાલ છે. 

પાટીદાર સમાજના કાર્યકર્તાઓનો વિરોધ છે- ગીતા પટેલ,નેતા, કોંગ્રેસ

વધુમાં જણાવ્યું કે જો ભાજપ હાર્દિકને ખરેખર લેવા માંગતા હોય તો હમણા પીએમ આવી ચૂક્યા. બે દિવસ બહુ મોટા કાર્યક્રમો થયા. આ દિવસોમાં તૈયારી હતી કે તેઓ કેસરિયો ધારણ કરશે. ભાજપમાં જવાનું નક્કી છે પણ ક્યારે આ લોકો ખેસ પહેરાવે છે ?મને તો દુઃખ એ વાતનું છે કે પાટીદાર સમાજના જે કાર્યકર્તાઓ છે, વર્ષોથી પાર્ટીમાં કામ કર્યુ છે એ લોકોનો અંદરોઅંદર વિરોધ છે એટલે તારીખો પડી રહી છે. એટલે મને શંકા જાય છે કે ખરેખર હાર્દિક પટેલને લેશે કે નહી લે ?  

 

2જીજૂને હાર્દિક જોડાશે ભાજપમાં

છેલ્લાં કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળો વચ્ચે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે.  2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.ઉલ્લેખનીય છે કે, VTVGujarati.com સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે  એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ