બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Gandhinagar Lok Sabha seat, Meeting Amit Shah, MLAs, District Panchayat

Lok Sabha Election 2024 / ગાંધીનગર જીતી લેવા મેદાને પડ્યાં અમિત શાહ, MLAs, જિલ્લા પંચાયત પ્રમુખો, કોર્પોરેટર સાથે બેઠક

Ajit Jadeja

Last Updated: 04:26 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આજે અમિત શાહએ ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો સાથે બેઠક યોજી

Gandhinagar Lok Sabha seat: લોકસભા ચૂંટણીને લઇ ગાંધીનગર બેઠક પર ભાજપની તૈયારીઓ ચાલી રહી છે. આ બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રીપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આજે અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠકમાં વિધાનસભાના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખો, APMC ચેરમેનો અને નેતાઓ હાજર રહ્યા છે. સાણંદ, બાવળા, કલોલ વિધાનસભાની બેઠક પૂર્ણ થઇ છે. ત્યાર બાદ અમિત શાહ 7 વિધાનસભામાંથી શહેરની વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો, પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો સાથે પણ બેઠક કરશે.  મધ્યસ્થ કાર્યાલય પર ચાલી રહેલી બેઠકમાં થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોચી શકે છે.

ગાંધીનગર લોકસભા ભાજપનો ગઢ

નોધનીય છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર સમગ્ર દેશની નજર છે. આ બેઠક સૌથી વધુ ચર્ચામાં રહેલી છે. અહીથી એક સમયના ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી જીતીને લોકસભામાં પહોચતા હતા. જો કે અત્યારે ગૃહમંત્રી અમિત શાહ અહીંથી સાંસદ છે. ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી. ત્યારે આ વખતે લોકસભા2024ની ચૂંટણીમાં અમિત શાહ ફરીથી ભાજપના ઉમેદવાર તરીકે ઉતારાયા છે. છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે.

ભાજપની વિકાસની રાજનીતિ

રાજકિય વિશ્લેષકો પણ માની રહ્યા છે કે ગાંધીનગર લોકસભા બેઠક એવી છે કે કૉંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા પણ અહીંથી ચૂંટણી લડે તો પણ તેની જીતની શક્યતા બહુ ઓછી રહે છે. જ્યારે બીજેપી કોઈ સામાન્ય કાર્યકર્તાને પણ અહીંથી ઊભા રાખે તો પણ તેની જીતની શક્યતા વધારે છે. બીજેપીનું કહેવું છે કે પક્ષ દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોને કારણે લોકો તેમને આ બેઠક પર વધુ  પસંદ કરી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસ કહે છે કે ભલે આ બેઠક ભાજપનો ગઢ મનાતી હોય પરંતુ તેમની પાસે મુદ્દાઓ છે જેને કારણે મતદારો સુધી પહોચીશું. 

કોંગ્રેસ અને આપનું ગઠબંધન

આ વખતે ગુજરાતમાં ભાજપ એકલા હાથે લડી રહ્યુ છે આમ પણ ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. 26 લોકસભા બેઠક ભાજપ જીતવાનો દાવો કરે છે સાથે સાથે આ તમામ બેઠકો પર 5 લાખ મતોની લીડથી જીતવાનો દાવો ભાજપના નેતાઓ કરી રહ્યા છે પરંતુ સામે વિપક્ષ પણ ભાજપને રોકવા માટે ગઠબંધન કરી રહ્યુ છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવાના છે તેઓ ગાંધીનગરની બેઠક કોંગ્રેસને આપી છે પરંતુ અહીથી કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી.  વર્ષ 1989 બાદ ગાંધીનગર લોકસભા બેઠક જીતવા માટે કૉંગ્રેસે પ્રયાસો અને નવી રણનીતિનો અમલ કર્યો, ઘણા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ આ બેઠક તેઓ કબજે કરી શક્યા નથી.

આ બેઠક  પર કોંગ્રેસ વધુ નબળી પડી

ગાંધીનગર લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં અમિત શાહની સામે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા હતા પરંતુ તેઓ જીતી શક્યા ન હતા ત્યાર બાદ તેઓ વિજાપુર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. સી.જે.ચાવડાનું ગાંધીનગરમાં પ્રભુત્વ સારુ છે જેને લીધે કોંગ્રેસ અહી ટકી રહી હતી પરંતુ હવે તેઓ ભાજપમાં કેસરિયા કરતા કોંગ્રેસ આ બેઠક પર વધુ નબળી પડી છે.

વધુ વાંચો ઃ  4 વાગ્યે ચૂંટણી પંચની તમામ જિલ્લા કલેક્ટરો સાથે મહત્વની બેઠક, વીડિયો કોન્ફરન્સથી કરાશે ચર્ચા

ગત ચૂંટણીમાં ભાજપને મળ્યા વોટ

ગાંધીનગર લોકસભા બેઠક પર વર્ષ 2019ની ચૂંટણી પર નજર કરીએ તો અમિત શાહ અહીથી જીત્યા હતા. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અમિત શાહને 8 લાખ 94 હજાર 624 મતો મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ તરફથી ઊભા રહેલા ઉમેદવારને 3 લાખ 37 હજાર 610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5 લાખ 57 હજાર વોટથી જીતી લીધી હતી. 
ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ મોટી જીત માનવામાં આવે છે. તેમને આસાન મનાતી ગાંધીનગર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેથી તેઓ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચૂંટણી અભિયાન અને વ્યવસ્થાપનમાં ધ્યાન આપી શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ